વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકો બાસમતી ચોખા
  2. ૧ કપગાજર 🥕 ઝીણા સમારેલા
  3. ૧ કપફણસી
  4. કેપ્સીકમ ઝીણું સમારેલું
  5. ૧ કપલીલા વટાણા
  6. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  7. ૧ નંગ ડુંગળી લાંબી સમારેલી તળવા માટે
  8. ૧ કપફ્લાવર
  9. બટાકુ
  10. ૨ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  11. નાનો કટકો તજનો
  12. લવિંગ
  13. ઈલાયચી
  14. ૨-૩ દાણા કાળા મરીના
  15. તેજ પત્તા
  16. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  17. /૪ ચમચી હળદર
  18. ચપટીહિંગ
  19. મીઠું સ્વાદાનુસાર
  20. ૧ ચમચીબિરયાની મસાલો
  21. કોથમીર
  22. ૫-૬ કેસરના તાંતણા વાળૂ પલાળેલું પાણી
  23. ૨ ચમચીઘી વઘાર માટે
  24. ૧ કપદહીં
  25. ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ચોખાને ધોઈ અને ૧૫ થી ૨૦ મિનીટ સુધી પલાળી રાખવા. ડુંગળીને આ રીતે લાંબી સમારીને તળી લેવી.

  2. 2

    ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.

  3. 3

    આ રીતે બધા શાકભાજીને સમારી લેવા. પછી કૂકરમાં ૧ ચમચી ઘી મૂકીને બધા ખડા મસાલા નાખી ડુંગળી થી વઘાર કરવો. ડુંગળી થોડી સંતળાઇ જાય પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી દેવી.

  4. 4

    પછી તમે બધા શાકભાજી ઉમેરી અને બધો મસાલો કરી લેવો અને એક ચમચો દહીં ઉમેરી દેવું.

  5. 5

    ત્યારબાદ તેમાં પહેલા ચોખાની લેયર કરવી પછી તેની ઉપર તળેલી ડુંગળી કોથમીર અને ફુદીનાના પાન ઉમરવા ત્યારબાદ પાછી ઉપર ચોખાની લેયર કરી તળેલી ડુંગળી ની લેયર કરવી અને કેસર વાળું પાણી ઉમેરી દેવું. અને ઉપરથી પાછું શાક સ્પ્રેડ કરી જરૂર મુજબ પાણી નાખી કૂકર બંધ કરી દેવું.

  6. 6

    કૂકરમાં ત્રણ સીટી વગાડી પછી ગેસ બંધ કરી દેવો. પછી પાંચથી સાત મિનિટ પછી કૂકર ખોલવું. હવે તૈયાર છે ગરમાગરમ વેજ બિરયાની. કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes