શેર કરો

ઘટકો

૧ કલાક 30 મિનિ
બધા જ
  1. 1બાઉલ ઘઉં
  2. 1/2 વાટકી ઘઉંના ફાડા
  3. 1+1/2 લીટર દૂધ
  4. 1 બાઉલ ખાંડ
  5. 1 વાટકીકિસમિસ
  6. 4 - 5 ચમચી ઘી
  7. 1 વાટકીટોપરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક 30 મિનિ
  1. 1

    સૌપ્રથમ ઘઉંને પાણી છાંટી ભીના કરી 24 કલાક માટે ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    હવે બીના કરેલ ઘઉંને મિક્સર જારમાં પલ્સ ઉપર ફેરવી ઘઉંના ચાઇણાથી એક નંબરનું (મોટું)ડાળું 1/2 કપ તૈયાર કરો,હવે જે ઘઉં વધ્યા તેને થોડું વધારે પલ્સ પર ફેરવી ચોખાના ચાઇના માં બે નંબરનું (બીજું) ડાળું એક કપ તૈયાર કરો,હવે ફરીથી જે ઘઉં વધ્યા તેને સ્પીડ પર ફેરવી લોટ ચાળવાના હવાલાથી એકદમ નાનો (ત્રીજું) ડાળું તૈયાર કરવું.આ પ્રમાણે કરવાથી એક બાઉલ ઘઉં માંથી ત્રણ ભાગ થશે અને 1/2 કપ તૈયાર ઘઉંના ફાડા લેવાના.

  3. 3

    હવે બધા જ ડાળાને એક તપેલીમાં પાણીથી બરાબર ધોઈ ફોત્રી નીકળતી બંધ થાય ત્યાં સુધી ધોઈ લો પછી દૂધ પાણી મિક્સ કરી એક કલાક માટે પલાળી રાખો ત્યારબાદ તેને પ્રેશર કુકરમાં ત્રણ-ચાર whistle વગાડી બાફી લો.

  4. 4

    હવે એક જાડા તળિયાના કે પીતળના તપેલામાં બાકી વધેલું દૂધ ગરમ કરી બાફેલાં ડાળાં ઉમેરો અને દૂધ બળે ત્યાં સુધી સતત હલાવતા રહેજો દૂધ 1/2 બળી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી દૂધ અને ખાંડનું પાણી સંપૂર્ણ બળી પૂરણ જેવું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો નીચે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું

  5. 5

    દૂધ બળીને ખીચડો તૈયાર થવા આવે એટલે તેમાં કિસમિસ 3 ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરો ત્યાર બાદ થાળીને ઘી થી ગ્રીસ કરી ખીચડો ડાયરો અને ઉપરથી ટોપરાના પાઉડર થી કવર કરી લો અને બે કલાક સુધી ઠરવા દો, ઠરી ગયા બાદ કાપા પાડી એરટાઈટ કન્ટેનરમાં ફ્રિજમાં ઠંડુ કરી સર્વ કરો

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes