તીખો ખીચડો (Tikho Khichdo Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#MS

શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 વાડકીચોખા
  2. 1/2 વાટકી છડેલા ઘઉં
  3. 1/2 વાટકી જુવાર
  4. 1/4 વાટકી તુવેરની દાળ
  5. 1/4 વાટકી ચણાની દાળ
  6. 1/4 વાટકી મગની મોગર દાળ
  7. 1/4 વાટકી મગ ની છોડાવાળી દાળ
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  11. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  12. ૩ ચમચીખાંડ
  13. 1/4 વાટકી લીલા વટાણા
  14. 1 ચમચીલીલી હળદર
  15. 1/2 વાટકી ડ્રાયફ્રુટ
  16. 1/2 ચમચી મરી પાઉડર
  17. 1/2 ચમચી તજ લવિંગ પાઉડર
  18. વઘાર માટે
  19. 3 થી 4 મોટી ચમચી ઘી
  20. ચમચીજીરૂ
  21. ૧ ચમચીતલ
  22. 1તમાલપત્ર
  23. 2-3લવિંગ
  24. 1મોટી ઈલાયચી
  25. હિંગ
  26. 1/4 ચમચી જાયફળ જાવંત્રી પાઉડર
  27. લીલા ધાણા લાલા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉં અને જુવાર ને ૭ થી ૮ કલાક પલાળી રાખો હવે તેને કૂકરમાં બાફી લો છથી સાત સીટી વગાડો

  2. 2

    તુવેરની દાળ અને ચણાની દાળને ધોઈ 1/2 કલાક પલાળી એને પણ કૂકરમાં બાફી લો

  3. 3

    ચોખા મગની ફોતરાવાળી દાળ અને મોગર દાળને પલાળી દો

  4. 4

    એક તપેલામાં પાણી મૂકી પાણી ઉકળે એટલે તેમાં ચોખા અને દાળ ઉમેરી દો અધકચરી ચઢવા આવે એટલે એમાં બાફેલા ઘઉં જુવાર ચણાની અને તુવેરની દાળ ઉમેરી દો હવે તેમાં મીઠું અને હળદર ઉમેરો

  5. 5

    લીલા વટાણા ઉમેરી દો

  6. 6

    એક કડાઈમાં ઘી મૂકી ડ્રાયફ્રુટ સાંતળી લો હવે તેમાં જીરુ તજ લવિંગ ઇલાયચી વઘાર કરો તલ ઉમેરો લીલા મરચાની પેસ્ટ ઉમેરો હીંગ ઉમેરો આ વઘાર ખીચડા મા ઉમેરો

  7. 7

    હવે તેમાં લાલ મરચું પાઉડર મરી પાઉડર તજ લવિંગ પાઉડર જાયફળ જાવંત્રી પાઉડર ઉમેરો લીલી હળદર પણ ઉમેરો છેલ્લે ખાંડ નાખી ખીચડી ને બરાબર હલાવી લો હવે તેમાં તળેલા ડ્રાયફ્રુટ તથા થોડું ઘી ઉમેરી ખીચડી ને બરાબર થઈ જવા દો તો તૈયાર છ તીખો ખીચડો ઉપરથી લીલા ધાણા ઉમેરી સર્વ કરો આ ખીચડો ગરમ તથા ઠંડો પણ સારો લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

ટિપ્પણીઓ

Similar Recipes