પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2વ્યક્તિ
  1. 1 બાઉલ તુવેરની દાળ
  2. જરૂર પ્રમાણે ગોળ
  3. 1બાઉલ ઘઉંનો ઝીણો લોટ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. પુરણપોળી તળવા માટે ઘી કે તેલ
  6. 1 ચમચીઈલાયચીનો પાઉડર
  7. 1/4 ચમચીજાયફળનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને ધોઈને અધકચરા બાફી લો

  2. 2

    એક પેનમાં બાફેલી તુવેરની દાળ લઈ તેમાં જરૂર પ્રમાણે ગોળ નાખીને ગેસ ઉપર મૂકો ધીમા ગેસે મૂકીને ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું

  3. 3

    દાળ અને ગોળ એકરસ થઈ જાય એટલે ઈલાયચીનો અને જાયફળનો ભૂકો નાખી બરાબર મિક્સ કરી લઈ ઉતારીને ઠંડું થવા મૂકો

  4. 4

    ઘઉંના લોટ ને રોટલી નો જેવો લોટ બાંધી લેવો દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી તેની પુરણ પૂરી કરવી

  5. 5

    લોટના લુવા પાડી રોટલી વણી ઠંડુ થયેલા પૂરણને ભરી કચોરીની જેમ વાળી લઈ હલકા હાથે પુરણ પૂરી વણી લેવી

  6. 6
  7. 7

    ગેસ ઉપર તવી મૂકીને પુરણપોળી ને ઘી કે તેલ થી ગુલાબી રંગની શેકી લેવી બંને બાજુ

  8. 8

    તો તૈયાર છે આપણી પૂરણપોળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes