પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpadindia
#cookpadguj
#cookpad
#પુરણપોળી
ગુજરાતીઓની પ્રણાલિકાગત, માનીતી વાનગી એટલે પુરણપોળી. આ પૂરણ પોળી ચણાની દાળ મગની દાળ અને તુવેરની દાળ માંથી બને છે. જે પૌષ્ટિક પણ છે.

પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
#પુરણપોળી
ગુજરાતીઓની પ્રણાલિકાગત, માનીતી વાનગી એટલે પુરણપોળી. આ પૂરણ પોળી ચણાની દાળ મગની દાળ અને તુવેરની દાળ માંથી બને છે. જે પૌષ્ટિક પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપતુવેરની દાળ
  2. ૧/૨ કપસાકર
  3. ૧ ટીસ્પૂનઈલાયચી પાઉડર
  4. ૧ ટીસ્પૂનબદામ પિસ્તા ના ઝીણા ઝીણા ટુકડા
  5. ૧ ટીસ્પૂનખસખસ
  6. ૧ ટેબલ સ્પૂનઘી, પુરાણ માં નાખવા માટે
  7. 1 કપઘઉંનો ઝીણો લોટ
  8. 1 ટેબલ સ્પૂનતેલ મોવણ માટે
  9. ઘી, પુરણપોળી માં લગાડવા માટે, જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળને ધોઈ અને 15 મિનીટ માટે પાણી માં પલાળી રાખો. ત્યારબાદ કુકરમા ૨ કપ પાણી મૂકી આ દાળ બાફી લો. કૂકરમાં બે સીટી વગાડવી.

  2. 2

    કૂકર ઠંડું પડે એટલે આ મિશ્રણને એક નોન સ્ટિક અથવા જાડા તળિયાવાળી એક કડાઈમાં નાખો. ધીમા ગેસ પર હલાવતા રહો. બિલકુલ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં સાકર નાખો અને ધીમા તાપે હલાવતા રહો. તેમાં ઘી નાખો. પુરાણમાંથી એક નાની ગોળી લઈ હથેળીની મદદથી વાળી જોવી. જો તે સરસ હથેળીમાં ગોળ ગોળ ફરે તો પૂરણ તૈયાર છે. હવે તેમાં પિસ્તા બદામ ના ટુકડા એડ કરો.

  3. 3

    આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો અને તેના ઉપર ખસખસ છાંટી દો. હવે લોટમાંથી એક લૂવો લઈ મોટી પૂરી જેટલું વણો. તેમાં પૂરણ મૂકો. જેટલી સાઇઝની પુરણ પોળી બનાવવી હોય એ પ્રમાણે પુરણ મૂકવું. તેને ચારેબાજુથી બંધ કરી અને અટામણ ની મદદથી હળવા હાથે વણી લેવી.

  4. 4

    હવે લોઢી ઉપર તેને શેકી લો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની શેકો. ફુલીને તૈયાર થઈ જશે. હવે તેની ઉપર ઘી લગાવો. આ રીતે બધી જ પુરણપોળી તૈયાર કરી લો અને મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes