પાલક ની પુરણપોળી (Palak Ni PuranPoli Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

પાલક ની પુરણપોળી (Palak Ni PuranPoli Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
3 વ્યક્તિ
  1. મોટી વાટકી તુવેર ની દાળ
  2. ૧ વાટકીસમારેલો ગોળ
  3. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  4. ૨ વાટકીઘઉંનો લોટ
  5. 2 ચમચીતેલ
  6. 1જુડી પાલક
  7. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક મોટી વાટકી તુવેરની દાળ લઈ તેને બાફી લો. હવે તેને એક નોનસ્ટિક પેનમાં કાઢી લો.

  2. 2

    હવે તેમાં એક વાટકી સમારેલો ગોળ ઉમેરો. 1/2ચમચી ઇલાયચી પાઉડર ઉમેરો. પુરણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો.

  3. 3

    ઘટ્ટ થયેલા પુરણ ની અંદર સમારેલી પાલક ઉમેરો. એક સરખું હલાવી નાખો. હવે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાવા રાખી દો.

  4. 4

    હવે એક વાસણમાં બે વાટકી ઘઉંનો લોટ લો. તેમાં બે ચમચી તેલનું મોણ ઉમેરો અને સમારેલી પાલક ઉમેરો.

  5. 5

    હવે તમે રોટલી માટે લોટ બાંધી લો.

  6. 6

    હવે નોનસ્ટિક લોઢી ગેસ પર મૂકો. હવે એક નાની રોટલી વણી તેની અંદર પૂરણ ભરી ફરીથી રોટલી વાળો અને ફરીથી રોટલી વણી લો.

  7. 7

    હવે રોટલી ને બંને બાજુથી બરાબર શેકી લો. તો તૈયાર છે પાલકની પુરણપોળી. ઉપરથી ઘી લગાડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes