કાવો (kavo recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#WK4
#week4
#cookpadgujarati
#cookpadindia
કાવો એક કાઠીયાવાડી ગરમ પીણું છે. કાવો પિવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કાવામાં રહેલા તત્વો શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. શરદી, ઉધરસ, કફ અને ખોરાકના પાચન માટે પણ કાવો ઘણો ફાયદાકારક રહે છે. કોરોનાવાયરસ સામે લડવા માટે પણ કાવો આપણા શરીરને ઘણો મદદરૂપ રહે છે.
શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડમાં કાવાની નાની મોટી લારીઓ જોવા મળે છે. સવારના સમયે અને રાતની ઠંડીમાં આ ગરમા ગરમ તીખો, ખાટો અને ખારો કાવો પીવાની ખૂબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
4 નાના ગ્લાસ
  1. 2 કપપાણી
  2. 10 નંગતુલસીના પાન
  3. 10 નંગફુદીનાના પાન
  4. 1ઈંચ નો આદુનો ટુકડો
  5. 1ઈંચ નો લીલી હળદરનો ટુકડો
  6. 5-6 નંગલવીંગ
  7. 2 ટુકડાતજ
  8. 5-6 નંગકાળા મરી
  9. ચપ્પટી ચા ની ભુકી
  10. 1 Tspસંચળ
  11. 1 Tbspલીંબુનો રસ
  12. 1 Tbspમધ
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    તુલસી અને ફૂદીનાના પાન તથા આદુ, હળદર ના ટુકડા ને ચોખ્ખા પાણીથી ધોઈ તૈયાર કરી લેવાના છે.

  2. 2

    તજ, લવિંગ અને મરી ને થોડા વાટી લેવાના છે.

  3. 3

    એક વાસણમાં પાણી ઉકાળવા માટે મૂકી તેમાં તુલસી ફૂદીનાના પાન તથા હળદર - આદુને થોડું ખમણી તેને ઉકળતા પાણીમાં ઉમેરવાના છે.

  4. 4

    વાટેલા તજ, લવિંગ અને મરી ઉમેરવાના છે. ચાની ભૂકી ઉમેરવાની છે. આ પાણીને 8-10 મીનીટ માટે ઉકાડવાનું છે.

  5. 5

    ગેસ ઓફ કર્યા બાદ તેમાં સંચળ, લીંબુનો રસ, મધ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ગરણી વડે આ પાણીને ગાળી લેવાનું છે.

  6. 6

    જેથી આપણો ગરમાગરમ કાવો સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  7. 7

    આ કાવાને લીંબુના ટુકડા અને ફુદીનાના પાન ઉમેરી સર્વ કરી શકાય.

  8. 8
  9. 9
  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes