કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kavo Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#WK4
#week4
#Kavo
#Cookpadgujarati

કાઠિયાવાડી કાવો શિયાળાની ગુલાબી ઠંડીમાં જામનગરવાસીઓ આયુર્વેદ કાવો પીવાની મજા માણી રહ્યા છે. ઠંડી સામે રક્ષણ મેળવવા અને સ્વસ્થ રહેવા કાવો ખુબ ફાયદાકારક છે..."ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો, અને ગળ્યો. જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો". શિયાળામાં ખાસ કરીને શરદી, ઉધરસ અને કફનો નાશ કરે છે. શિયાળાની ગુલાબી ઠંડીની હાલ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ કાવો પીવાનું વધુ પસંદ કરે છે. જેમાં બાળકો, યુવાનો, વૃદ્ધો રાત્રિના સમયે શિયાળાની ગુલાબી ઠંડીથી બચવા માટે કાવો પીવા પરિવાર સાથે બહાર નીકળે છે. ત્યારે જામનગરના રણમલ તળાવ પાસે વર્ષોથી રજવાડી કાવો મળે છે. જ્યા અનેક લોકો શિયાળાના સમયે કાવાનું ઠંડી સામે અને કોરોના જેવા મહામારી રોગ સામે રક્ષણ મેળવવા પીવે છે અને ઠંડીથી રાહત મેળવે છે.
કાઠિયાવાડી કાવો ઠંડીમાં લોકો રોજ પીવે છે. જે આયુર્વેદિક ઓસડીયાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કાવો શિયાળાની ગુલાબી ઠંડી અને કોરોનાના સમય માટે લાભદાયક છે. વડીલો, યુવાનો અને બાળકોમાં તમામ લોકોમાં કાવો પ્રચલિત છે. જામનગરમાં શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદીક મીક્સ મસાલાથી ભરપુર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પીતવાયુ, અપચો જેવા રોગ માટે કાવો ઘણો ફાયદાકારક ગણવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 2કપ પાણી
  2. 1.5 tspઇન્સ્ટન્ટ કોફી પાવડર
  3. 10-15નંગ તુલસીના પાન
  4. 10-15નંગ ફુદીના ના પાન
  5. 1ઇંચ ખમણેલું આદુ
  6. 3નંગ લવિંગ
  7. 1ઇંચ તજ નો ટુકડો
  8. 1 tbspમધ
  9. 1/4 tspતજનો પાઉડર
  10. 1 tspસંચળ પાવડર
  11. 1/4 tspકાળા મરી પાવડર
  12. 1/2નંગ લીંબુ નો રસ
  13. નમક સ્વાદ અનુસાર
  14. 👉 ગાર્નિશ માટે :-- ફુદીના ના પાન અને લીંબુ ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. જ્યારે પાણી ઊકળે એટલે આમાં ઇન્સ્ટન્ટ કોફી પાવડર ઉમેરી બરાબર હલાવી લો. ત્યાર બાદ આમાં તુલસીના પાન અને ફુદીના ના પાન ઉમેરો.

  2. 2

    હવે આમાં લવિંગ, તજ નો ટુકડો, આદુને ખમણી ને ઉમેરો અને તજ પાવડર ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ આમાં કાળા મરી પાવડર, સંચળ પાવડર અને નમક ઉમેરો.

  4. 4

    હવે આમાં મધ ઉમેરી બરાબર મિક્સ કરી આ કાવા ને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દો. ત્યારબાદ ગેસ ની આંચ બંધ કરી આમાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિકસ કરી લો.

  5. 5

    ત્યારબાદ આ કાવા ને ગરણી થી ગાળી લો. આ કાવા ને ફુદીના ના પાન અને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરો.

  6. 6

    હવે આપણો એકદમ હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક કાઠીયાવાડી કાવો તૈયાર છે સર્વ કરવા માટે.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Similar Recipes