કાવો (Kavo recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#WK4
વિન્ટર કિચન ચેલેન્જ
કાવો નામ સાંભળતા જ બધાના મનમાં કડવા અને તીખા ટેસ્ટ ની કલ્પના થાય એ સ્વાભાવિક છે પણ મેં ભાવના જી ની રેસિપી લઈને કાવો બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો. કાવા ની વ્યાખ્યા બદલાઈ ગઈ એમ કહીએ તો ચાલે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો.

કાવો (Kavo recipe in gujarati)

#WK4
વિન્ટર કિચન ચેલેન્જ
કાવો નામ સાંભળતા જ બધાના મનમાં કડવા અને તીખા ટેસ્ટ ની કલ્પના થાય એ સ્વાભાવિક છે પણ મેં ભાવના જી ની રેસિપી લઈને કાવો બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો. કાવા ની વ્યાખ્યા બદલાઈ ગઈ એમ કહીએ તો ચાલે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ગ્લાસપાણી
  2. 2-3 નંગલવિંગ
  3. 3-4 નંગકાળા મરી
  4. 8-10ફુદીનાના પાન
  5. 5-7તુલસી ના પાન
  6. 2-3લીલી ચા ના પાન
  7. 1/4 ટીસ્પૂનતજનો પાવડર
  8. સ્વાદ અનુસારસંચળ પાવડર
  9. સ્વાદ અનુસારલીંબુ નો રસ
  10. 1/4ઈંચ આદુનો ટુકડો
  11. 1/4ઈંચ લીલી હળદર નો ટુકડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોસ પેનમાં પાણી ગરમ કરવા મૂકો.

  2. 2

    ખરલ માં બધું લઈને અધકચરું વાટી લો.

  3. 3

    હવે આ વાટેલી સામગ્રી ને ઉકળતા પાણીમાં ઉમેરી લો. પછી તેમાં આદુ અને હળદર ને છીણી લો. પછી તે પાણી ને 4-5 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લો.

  4. 4

    ગેસ બંધ કરી તેમાં સંચળ પાવડર અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી ગાળી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes