આયુર્વેદિક ઉકાળો (Aayurvedic Ukalo or Kaadha Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#trend3
#week3
#post3
#આયુર્વેદિક_ઉકાળો ( Aayurvedic Ukado or Kaadha Recipe in Gujarati )
#કાઢા
હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસ ની મહામારી સામે રક્ષણ મેળવવા માટેની રોગપ્રતિારકશક્તિ આ ઉકાળો પીવાથી મેળવી શકાય છે. ઘરના તમામ સભ્યો ને આ ઉકાળો બનાવીને પીવડાવવું જેથી તમામ ઘર ના સભ્યો ની રોગપ્રિકારકશક્તિ વધે અને કોરોના વાઇરસ ના ડર થી દુર રહી સકે. આપણા શરીર ની રોગપ્રિકારકશક્તિ વઘારવા માટે સૌથી સરળ અને ઘરેલુ ઉપાય છે આ ઉકાળો. આ ઉકાળા માં વપરાતી કુદરતી ઔષધિઓ ખૂબ જ ગુણકારી છે અને કોઈ આડઅસર થતી નથી . આ ઉકાળા થી સરદી, કફ, ઉધરસ, તાવ અને ગળા નો ચેપ, ઋતુ બદલાવ ને કારણે લગતા રોગો સામે રક્ષણ મેળવવા ખૂબ જ ઉપયોગી છે. આ ઉકાળો પીવાથી આપણું શરીર કોરોના સામે લડવા માટે સક્ષમ ‌બને છે અને સ્વસ્થ રહે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ લિટરપાણી
  2. ૫-૬ નંગ લવિંગ
  3. ૩ નંગઈલાયચી
  4. ૧ નંગબા દીયા
  5. ૧ નંગતમાલપત્ર
  6. ૧/૪ કપદેસી ગોળ
  7. ૧ ટી સ્પૂનકાળા મરી અધકચરા વાટેલા
  8. ૧/૪ ટી સ્પૂનહળદર પાઉડર
  9. ૧ ટી સ્પૂનસૂંઠ પાઉડર
  10. ૧ ટી સ્પૂનજીરું
  11. ૧ ટી સ્પૂનવરિયાળી
  12. ૧/૨ ટી સ્પૂનઅજમો
  13. ૧ ઇંચતજ નો ટુકડો
  14. ૧/૪ ટી સ્પૂનસંચર પાઉડર
  15. ૧/૨ ટી સ્પૂનનમક
  16. ૧ ઇંચઆદુ નો ટૂકડો છીણેલો
  17. ૧૦ થી ૧૨ નંગ તુલસી ના પાન
  18. ૨૦ થી ૨૫ નંગ ફુદીના ના પાન
  19. ૪-૬ ટેબલ સ્પૂન મધ
  20. ૧ નંગલીંબુ નો રસ
  21. ગાર્નિશ માટે -- લીંબૂ ની સ્લાઈસ અને ફુદીના ના પાન ની દાંડી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટી તપેલી કે સોસ પેન માં પાણી ને ઉકળવા મુકો. હવે પાણી ઉકળે એટલે એમાં લવિંગ, ઈલાયચી અને બાદીયા ને ખાંડી ને ઉમેરો.

  2. 2

    હવે આમાં તમાલપત્ર, દેસી ગોળ, કાળા મરી અધકચરા વાટેલા, હળદર પાઉડર અને સૂંઠ પાઉડર ઉમેરો.

  3. 3

    હવે આમાં જીરું, વરિયાળી, અજમો, તજ, સંચર પાઉડર, નમક અને છીણેલું આદુ ઉમેરો.

  4. 4

    હવે પાણી માં એક ઉભરો આવે એટલે એમાં ફુદીના ના પાન અને તુલસી ના પાન ને હાથ થી તોડી ને ઉમેરો. ને આ ઉકાળા ને ૧૫ થી ૨૦ મિનિટ ગેસ ની મીડીયમ ફ્લેમ પર ઉકળવા દો.

  5. 5
  6. 6

    હવે ગેસ બંધ કરી આ ઉકાળા ને ગરણી થી ગાળી લો. પછી તેમાં મધ અને લીંબુ નો રસ ઉમેરો.

  7. 7

    હવે આ ગરમાગરમ રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળો તૈયાર છે પીવા માટે. આ ઉકાળા ને તમે તમારી ઈચ્છા મુજબ ગાર્નિશ ને પ્લેટીગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes