પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 1 નંગકાંદો
  2. 1ઝૂડી પાલક
  3. 2 નંગટામેટા
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1/4 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીહળદર
  8. 1 વાટકીચોખા અને મગની દાળ ની ખીચડી
  9. જરૂર મુજબ મીઠું
  10. જરૂર મુજબ પાણી
  11. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા અને મગની દાળ ની ખીચડી તૈયાર કરો. પછી પાલકને ધોઈને કાપી લો. હવે કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં જીરુ અને લીલા મરચા નાખો.પછી તેમાં કાંદો કાપીને નાખો.

  2. 2

    કાંદો આછો ગુલાબી રંગનો થઈ જાય પછી તેમાં કાપેલા ટામેટા, પાલક,લસણ અને આદુ મરચાની પેસ્ટ તેમજ બધા સુકા મસાલા ઉમેરો અને જરૂર મુજબ મીઠું નાખો અને બરાબર હલાવો.

  3. 3

    હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.પાણી ઉકળવા લાગે પછી તેમાં પલાળેલા મગની દાળ અને ચોખા ની ખીચડી ઉમેરો અને જરૂર મુજબ મીઠું નાખીને કૂકર નું ઢાંકણું બંધ કરી દો.

  4. 4

    પાંચથી દસ મિનિટ સુધી ધીમા તાપે દમ પર પકાવો. હવે પાલક ખીચડી બનીને તૈયાર છે તેને ગરમાગરમ પીરસો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes