ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#FFC1
#WEEK1

ગુજરાતી દાળ મુખ્યત્વે તુવેરની દાળ ને કહેવાય છે... એના ગળ્યા અને ખાટા સ્વાદને લીધે તુવેર દાળ બધાની માનીતી છે... ઘણા લોકો થોડી જાડી બનાવે છે પણ અમારા ઘરમાં થોડી પાતળી, સીધો વાટકો જ મોઢે માંડી શકાય એવી બનાવીએ છીએ કારણ સહુને ભાવે છે ... 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૦૪
  1. ૧ વાટકીતુવેર દાળ
  2. ૧/૪ નાની ચમચીહિંગ
  3. ૧/૨ નાની ચમચીજીરું
  4. ૧/૨ નાની ચમચીરાઈ
  5. ૧/૨ નાની ચમચીમરચું પાઉડર
  6. ૧/૪ નાની ચમચીહળદર
  7. ૨-૩ લવિંગ
  8. નાનો કટકો તજ
  9. ૩-૪ નંગ મીઠા લીમડાના પાન
  10. ૨-૩ નંગ કોકમ
  11. ૨ ચમચીઘી+તેલ વઘાર માટે
  12. મિઠું સ્વાદ અનુસાર
  13. ગોળ સ્વાદ અનુસાર
  14. ૧ ચમચીઆદુ- લીલું મરચું
  15. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તુવેરની દાળને ૧ કલાક પાણીમાં પલાળી કૂકરમા ૩-૪ સીટી વગાડી બાફી લેવી.

  2. 2

    ઘી તેલ મિક્સ એક તપેલીમાં લઈ ગરમ થાય એટલે એમાં જીરું રાઈ હિંગ તથા લીમડાના પાન મૂકી દાળમાં વઘાર કરવો. ત્યારબાદ સૂકા મસાલા આદુ મરચું ગોળ કોકમ મિઠું જરૂર મુજબ પાણી ઉમેરી રવાઈ વડે એકરસ કરી, ઉકાળી લેવી...કોથમીરથી સજાવી ભાત સાથે પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (6)

Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

Similar Recipes