તંદુરી મિસ્સી રોટી (Tandoori Missi roti recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#FFC4
#week4
#cookpadgujarati
#cookpadindia
#cookpad
અલગ-અલગ પ્રકારના ingredients માંથી અલગ અલગ પ્રકારની રોટી બનાવી શકાય છે. મેં આજે મિસ્સી રોટી બનાવી છે જે ચણાના લોટ અને ઘઉંના લોટ માંથી બને છે. ચણાના લોટ એટલે કે બેસન માંથી આ રોટી બનતી હોવાથી આ રોટીને બેસન રોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણાનો લોટ આ રોટીને થોડો ક્રન્ચી અને ક્રિસ્પી ટેસ્ટ આપે છે. આ રોટીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં ડુંગળી, કોથમીર અને બીજા સ્પાઈસ પણ ઉમેરવામાં આવે છે.
મિસ્સી રોટી એક નોર્થ ઇન્ડિયન સ્પેશિયાલિટી છે. નોર્થ ઇન્ડિયાના ઘણા બધા ઘરો માં આ રોટી દરરોજ બનાવવામાં આવે છે. આ રોટી ચા કે કોફી સાથે નાસ્તામાં કે પછી લંચ કે ડિનર સમયે કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકાય. તો ચાલો જોઈએ નોર્થ ઇન્ડિયાની ફેમસ એવી આ ક્રિસ્પી અને ટેસ્ટી રોટી કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 લોકો માટે
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 કપચણાનો લોટ (બેસન)
  3. 1 Tspઅધકચરા ખાંડેલા આખા ધાણા
  4. 1 Tspઅધકચરુ ખાંડેલુ આખું જીરુ
  5. 1/2 Tbspઆદુ-મરચાં ની પેસ્ટ
  6. 1 Tbspકસૂરી મેથી
  7. 1/2 Tspમરી પાવડર
  8. 1/2 Tspઅજમો
  9. 1/2 Tspહળદર
  10. 1 Tspલાલ મરચું પાવડર
  11. ચપટીહિંગ
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 1 Tspઘી મોણ માટે
  14. 1 Tspતેલ મોણ માટે
  15. 3 Tbspઝીણી સમારેલી ડુંગળી
  16. 1/4 કપસમારેલા લીલા ધાણા
  17. રોટી પર લગાવવા માટે બટર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ ભેગો કરી તેમાં ખાંડેલા આખા ધાણા, ખાંડેલું આખું જીરું, આદુ મરચાની પેસ્ટ, કસૂરી મેથી, મરી પાવડર, અજમો, હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હિંગ ઉમેરવાની છે.

  2. 2

    હવે તેમાં મોણ માટે ઘી અને તેલ બંને ઉમેરવાના છે. ઝીણી સમારેલી ડુંગળી અને સમારેલા લીલા ધાણા ઉમેરવાના છે. બધું જ બરાબર રીતે લોટ સાથે મિક્સ કરી લેવાનું છે.

  3. 3

    હવે તેમાં થોડું થોડું જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને મીડીયમ કઠણ લોટ બાંધવાનો છે. આ લોટને ઢાંકીને દસ થી પંદર મિનીટ માટે સાઈડ પર રાખી દેવાનો છે.

  4. 4

    તૈયાર કરેલા લોટમાંથી એકસરખા છ થી સાત લુઆ કરી લેવાના છે. આ લુઆ ને કોરા લોટમાં રગદોળી તેમાંથી જાડી રોટી જેવું વણી લેવાનું છે.

  5. 5

    તેના પર સમારેલા લીલા ધાણા અને પતલુ સમારેલું લસણ છાટી ફરી વેલણથી થોડું વણી લેવાનું છે.

  6. 6

    રોટીના પાછળ ના ભાગ પર થોડું પાણી લગાવી ગરમ તવા પર પાણીવાળો ભાગ મુકવાનો છે. રોટી પર થોડા બબલ્સ દેખાય એટલે રોટીને ગેસની ફ્લેમ પર ડાયરેક્ટ શેકવાની છે.

  7. 7

    જેથી તંદુરી મિસ્સી રોટી તૈયાર થઈ જશે. આ રોટી પર બટર લગાવી સર્વ કરી શકાય.

  8. 8

    મેં તંદુરી મિસ્સી રોટી ને સબ્જી અને ખાટા અથાણાની સાથે સર્વ કરી છે.

  9. 9
  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes