સ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક (Strawberry Cream Freak Shake Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
સ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક
આ રેસીપી મેં સોનલબેન ને ફોલો કરી બનાવી છે.... Thanks Sonalben for sharing Yuuuuuuummmmmy Recipe

સ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક (Strawberry Cream Freak Shake Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
સ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક
આ રેસીપી મેં સોનલબેન ને ફોલો કરી બનાવી છે.... Thanks Sonalben for sharing Yuuuuuuummmmmy Recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ સ્ટ્રોબેરી
  2. ૧ ટેબલ સ્પૂનખાંડ
  3. ૧/૪ કપ વ્હીપ ક્રીમ
  4. ૧/૨ ટીસ્પૂન કોર્નફ્લોર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સ્ટ્રોબેરીને સાફ કરો... મિક્સર જારમાં સ્ટ્રોબેરી સાથે ખાંડ મિક્સ કરી પલ્પ બનાવી લેવો... હવે મીક્ષર મા થોડો પલ્પ રહેવા દઇ એમા ૧\૨ કપ દૂધ & ઘરની મલાઈ નાંખી એનો મિલ્ક શેક બનાવી ફ્રીઝ મા મૂકો....

  2. 2

    એક કપમાં થોડો પલ્પ લઇ તેમાં કોર્નફ્લોર મિક્સ કરી એકરસ થાય ત્યાં સુધી હલાવવું. આ મિશ્રણને બીજા પલ્પમાં ઉમેરી હલાવવું. મિશ્રણને મોટી ગળણીથી ગાળી લેવું.....હવે એક મોટા બોલમાં વ્હીપ્ડ ક્રીમ લઇ ૧/૪ કપ સ્ટ્રોબેરી પલ્પ ઉમેરી ૩-૪ મિનિટ માટે ઇલેક્રટ્રીક બીટરથી બીટ કરવું. ક્રીમ હોલ્ડ કરી શકે ત્યાં સુધી બીટ કરવું..... ફ્રીજમાં સેટ કરવા મૂકવુ

  3. 3

    અલગ રાખેલા પલ્પમાંથી ચમચીથી ગ્લાસની અંદર થોડો થોડો સ્પ્રેડ કરી ગ્લાસને ૨-૩ મિનિટ માટે ફ્રીજરમાં રાખો. હવે વધેલો પલ્પમાંથી એક એક ચમચી ગ્લાસમાં નાંખી શેકને ૩-૪ ગ્લાસ ભરાય ત્યાં સુધી ઉમેરો. ઉપરના ભાગમાં સ્ટ્રોબેરી ક્રીમથી ગ્લાસ ફીલ કરવો. ઉપર ચોકલેટને છીણીને છાંટો અથવા મનપસંદ રીતે ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes