જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#FFC7
સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે.

જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)

#FFC7
સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧ કપમેંદો
  2. ૧ કપઘઉંનો ઝીણો લોટ
  3. ૧ કપરવો
  4. ૩ ટીસ્પૂનચણાનો લોટ
  5. ૧/૩ કપમોણ માટે હુંફાળું તેલ
  6. 1+1/2 ટી સ્પૂન વાટેલું જીરું
  7. ૧ ટીસ્પૂનવાટેલા મરી
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઘઉંનો લોટ, ચણાનો લોટ અને મેંદાને ચાળી લેવો ત્યારબાદ તેમાં રવો ઉમેરો, લોટમાં તેલનું મોણ મૂઠી પડતું નાખવું, જીરું ને અધકચરો વાટી લેવું મારી નેઅધકચરા ખાંડી લેવા

  2. 2

    લોટમાં મીઠું, જીરું, મરી, ચીલી ફ્લેક્સ નાખીને પરોઠા જેવો લોટ બાંધવો, લોટને ૨૦ મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ લોટને બરાબર મસળીને નરમ કરવો અને નાના-નાના લુઆ પાડવા, નાની નાની પૂરીઓ વણી લેવી

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો, પૂરીને કાપા પાડવા જેથી ફૂલે નહીં, મીડીયમ પાંચ ઉપર ગુલાબી રંગ ની કડક પૂરી તળી લેવી

  4. 4

    તૈયાર થઈ ક્રિસ્પી જીરા પૂરી મસાલા ચા સાથે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes