લેફ્ટ ઓવર ખીચડી ડ્રાય મંચુરિયન (Left Over Khichdi Dry Manchurian Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

લેફ્ટ ઓવર ખીચડી ડ્રાય મંચુરિયન (Left Over Khichdi Dry Manchurian Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૩ લોકો માટે
  1. ૧ કપબનાવેલી ખીચડી
  2. ૧/૨ખમણેલા વેજીટેબલ(કોબી,ડુંગળી,ગાજર)
  3. ૧/૪ કપતાજી બ્રેડ નો ભૂકો
  4. ૧ ટી સ્પૂનસોયા સોસ
  5. ૧/૨ ટી સ્પૂનરેડ ચીલી સોસ
  6. ૧/૨ ટી સ્પૂનગ્રીન ચીલી સોસ
  7. ૧ ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૨ ટી સ્પૂનકોર્નફ્લોર/ મેંદો (જરૂર પડે તો)
  10. તેલ તળવા માટે
  11. ગ્રેવી બનાવવા માટે
  12. ડુંગળી લાંબી સમારેલી
  13. ૧/૨કેપ્સિકમ લાંબુ સમારેલું
  14. ૧/૪ કપકોબી લાંબી સમારેલી
  15. ૧ ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  16. ૧ (૧/૨ ટી સ્પૂન)સોયા સોસ
  17. ૧ ટી સ્પૂનરેડ ચીલી સોસ
  18. ૧ ટી સ્પૂનગ્રીન ચીલી સોસ
  19. ૧/૨ ટી સ્પૂનવિનેગર
  20. ૧ ટી સ્પૂનકોર્ન ફ્લોર
  21. મીઠું સ્વાદાનુસાર
  22. ૨-૩ ટી સ્પૂન પાણી
  23. ૧ ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં વધેલી ખીચડી લો.ત્યાર બાદ તેમાં બ્રેડ ક્રમ્સ,ઝીણા સમારેલા વેજીટેબલ,સોયા સોસ,બંને ચીલી સોસ,મીઠું,આદુ લસણ ની પેસ્ટ નાખી ને બધું બરાબર મિક્સ કરી લો.જો મિશ્રણ ઢીલું લાગે તો કોર્ન ફ્લોર અથવા મેંદો ૧ થી ૨ ટી સ્પૂન ઉમેરો.બધું બરાબર મિક્સ કરી ને તેના નાના બોલ બનાવી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં બધા બોલ ને આછા ગુલાબી રંગ ના તળી લો. તળતી વખતે ગેસ ની આંચ મિડીયમ રાખવી.

  3. 3

    હવે એક બીજી કડાઈ માં તેલ ગરમ કરો ગેસ ફાસ્ટ જ રાખવો.ત્યાર બાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો.ત્યાર બાદ તેમાં બધા વેજીટેબલ નાખો.ત્યાર બાદ તેમાં સોયા સોસ,બંને ચીલી સોસ,વિનેગર અને મીઠું નાખો અને ફરી બરાબર હલાવી લો.ત્યાર બાદ તરત જ તેમાં ૨ ટી સ્પૂન પાણી મા કોર્ન ફ્લોર મિક્સ કરી ને ઉમેરો અને બરાબર હલાવી લો.હવે તેમાં બનાવેલા મંચુરિયન બોલ મિક્સ કરી લો.હવે તેને નીચે ઉતારી લો.

  4. 4

    ત્યાર બાદ તેમાં થોડી કોથમીર નાખી ને એક સર્વિંગ પ્લેટ મા કાઢી ને ગરમ ગરમ સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે ટેસ્ટી અને ટેમ્પિંગ એવા લેફટ ઓવર ખીચડી માંથી બનાવેલા મંચુરિયન.મે અહીં તેની સાથે રોઝ-વૉટરમેલન ડ્રીંક સર્વ કર્યું છે.

  6. 6

    નોંધ : મંચુરિયન અને ગ્રેવી બંને બનાવતી વખતે મીઠું થોડું ઓછું નાખવું કારણ કે બધા સોસ મા મીઠું હોય જ છે.

  7. 7

    નોંધ : મે અહીં આજીનો મોટો નો યુઝ નથી કર્યો કરવો હોય તો કરી શકાય.હું ચાઇનીઝ ની કોઈ પણ રેસિપી માં તેનો યુઝ નથી કરતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes