મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો માટે
  1. ૧ કપઅડદ દાળ
  2. ૧/૨ કપપીળી મગ દાળ
  3. ૧/૨ કપજાડા ચોખા
  4. તીખા લીલા મરચાં
  5. ૧/૨ ઇંચઆદુ નો ટુકડો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ચપટીહિંગ
  8. ૧/૨ ટી સ્પૂનમરી નો ભૂકો
  9. ૧ ટી સ્પૂનજીરું
  10. ૨-૩ ટી સ્પૂન પાણી જરૂર પડે તો
  11. તેલ તળવા માટે
  12. સર્વ કરવા માટે
  13. સંભાર
  14. કોકોનટ ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ દાળ,મગ દાળ અને ચોખા ને બે થી ત્રણ પાણી થી ધોઈ ને ૪ થી ૫ કલાક માટે પલાળી દો.ત્યાર બાદ તેમાંથી બધું પાણી નીતારી લો.

  2. 2

    હવે એક મિક્સર જાર મા પલાળેલા દાળ ચોખા,લીલા મરચાં,જીરું અને આદુ નાખી ને કરકરુ પીસી લો. જો જરૂર લાગે તો પીસવા મા ૩-૪ ચમચી પાણી ઉમેરવું.ત્યાર બાદ તેને ઢાંકી ને ૫-૬ કલાક માટે ઢાંકી ને એક બાજુ રાખી દો.

  3. 3

    હવે જ્યારે વડા ઉતારવા હોય ત્યારે ઢાંકેલા મિશ્રણ મા હિંગ,મરી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને બધું બરાબર હલાવી લો.હવે તેને હાથેથી એક જ ડીરેક્શન માં ફીણો.તેને ૫ થી ૧૦ મિનિટ માટે ફીણશો એટલે દાળ નું મિશ્રણ ફલપી બની જશે અને વડા એકદમ સોફ્ટ બનશે.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લો.ત્યાર બાદ મેદુવડા ના મશીન મા મિશ્રણ ભરી ને વડા સીધા તેલ મા જ પાડી લો.તે થોડા ક્રિસ્પી થાય એટલે તેલ માંથી કાઢી લો.આવી રીતે બધા વડા બનાવી લો.

  5. 5

    તો તૈયાર છે ક્રિસ્પી, ટેસ્ટી એવા મેંદુવડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes