રવા કોર્ન અપ્પમ (Rava Corn Appam Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#ST

ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.

રવા કોર્ન અપ્પમ (Rava Corn Appam Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#ST

ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીરવો (સોજી)
  2. ૨ વાટકીમોળી છાશ
  3. 3 નંગઝીણાં સમારેલાં લીલા મરચા
  4. 1-2 નંગડુંગળી ઝીણા સમારેલી
  5. કોથમીર જરુર મુજબ
  6. 1 નાની વાટકીમકાઈના દાણા
  7. તેલ
  8. (આ સિવાય તમે તમારા પસંદગીના વેજિટેબલ્સ ઉમેરી શકો છો.)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં રવો લો. તેમાં છાશ ઉમેરો. મીડિયમ ખીરું બને તેટલી છાશ ઉમેરવી. હવે આ મિશ્રણને 10-15 મિનિટ માટે રાખી મૂકો. ત્યાર બાદ તેમાં કોથમીર, ડુંગળી, મકાઈ કે પછી જે શાક તમને ભાવતા હોય તે એડ કરો

  2. 2

    હવે અપ્પમ પાત્ર (અપ્પમ બનાવવા માટે ખાસ વાસણ આવે છે.)ને સહેજ ગરમ કરો. તેના દરેક ખાનામાં જરાક તેલ મૂકો અને પછી તેના પર ખીરું પાથરો. હવે ધીમી આંચે અપ્પમને ચડવા દો. અપ્પમની એક બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેને ફેરવી નાખો અને બીજી બાજુને ચડવા દો. અપ્પમની સાઈડ પલટાવતાં પહેલા તેના પર એક ટીંપુ તેલ નાખો જેથી બીજી બાજુ બરાબર ચડે. બસ આવી જ રીતે બાકીના અપ્પમ ઉતારી લો. અપ્પમને લીલી ચટણી કે સૉસ સાથે ગરમ ગરમ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes