ભાત ના મૂઠિયા (Rice Muthia Recipe In Gujarati)

jemini Ghedia
jemini Ghedia @Jemini14_soni

ભાત ના મૂઠિયા (Rice Muthia Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૨ વ્યકતી
  1. ૧ વાટકીરાંધેલા ભાત
  2. ૧ વાટકીજાડો ઘઉં નો લોટ
  3. ૧ વાટકીચણા નો લોટ
  4. ૧/૨ વાટકીબાજરી નો લોટ
  5. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. ૨ ચમચીખાંડ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૨ ચમચીતેલ
  9. જરૂર મુજબ હીંગ
  10. ૧ ચમચી હળદર
  11. ૧ ચમચી મરચું
  12. વઘાર માટે
  13. ૨ ચમચી તેલ
  14. રાઈ
  15. તલ
  16. ચપટી હીંગ
  17. ગાનિઁશિંગ માટે સમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    એક બાઉલ માં રાંધેલો ભાત, ઘઉં - ચણા અને બાજરી નો લોટ મિક્સ કરો

  2. 2

    પછી તેમાં તેલ અને બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી મૂઠિયા નો લોટ તૈયાર કરો (જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું)

  3. 3

    પછી તેમાં થી મૂઠિયા વાળવા
    અને પછી વાળેલા મૂઠિયા ને વરાળ મા બાફી લેવા

  4. 4

    મૂઠિયા બફાય જાય એટલે તેના નાના - નાના ટુકડા કરવા
    પછી ગેસ ઉપર એક પેન મુકી તેમાં તેલ ને ગરમ કરો

  5. 5

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ-તલ અને હીંગ મુકો
    પછી તેમાં કટ કરેલા મુઠિયા ઉમેરો પછી તેને બરાબર મિક્સ કરી કોથમીર થી સજાવી ગરમા ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jemini Ghedia
jemini Ghedia @Jemini14_soni
પર

ટિપ્પણીઓ

Similar Recipes