દૂધી અને ભાત નાં મૂઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)

Pallavi Oza
Pallavi Oza @Pallavi_Oza1964
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૪ લોકો
  1. ૪ વાટકીઘઉં નો જીણો લોટ
  2. ૧ વાટકીઘઉં નો જાડો લોટ
  3. ૧/૨ વાટકીચણાનો લોટ
  4. લોટમાં મિક્સ કરો
  5. ૨૦૦ ગ્રામ ખમણેલી દૂધી
  6. ૧ વાટકીરાંધેલા ભાત
  7. ૧ વાટકીછાશ
  8. ૧૦ થી ૧૨ કળી લસણ
  9. ૧/૨ ચમચીખાવાનો સોડા
  10. ૪ ચમચીતેલ
  11. ૨ ચમચીમરચું
  12. ૧ ચમચીધાણાજીરૂ
  13. ૧/૨ ચમચીહળદર
  14. ૧ ચમચીરાઈ
  15. ૧/૪ ચમચીહિંગ
  16. સ્વાદાનુસાર મીઠું
  17. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    એક કઠરોટ માં ઘઉં નો જીણો તેમજ જાડો લોટ અને ચણાનો લોટ લો

  2. 2

    આ લોટમાં ઉપર ની બધીજ સામગ્રી મિક્સ કરો

  3. 3
  4. 4

    પછી સહેજ ઢીલો લોટ બાંધી સહેજ જાડા મૂઠીયા બનાવો અને તેને ઢોકળીયા ની ડીશ માં તેલ લગાડી ને ગોઠવો

  5. 5

    આ મૂઠીયા ને ૩૫ મિનિટ સુધી ચઢવા દો ૨૦ મિનિટ ગેસ ફાસ્ટ રાખો બાકીની ૧૫ મિનિટ ગેસ મિડીયમ રાખો

  6. 6

    મૂઠીયા બની જાય પછી ૧૦ મિનિટ સુધી એમજ રહેવા દહીં કટકા કરો

  7. 7

    કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ નાખી મૂઠીયા વઘારો ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે ચડવા દો

  8. 8

    મૂઠીયા ખાવા માટે તૈયાર તેને મરચું,મીઠું નાખેલા દહીં અથવા દૂધ સાથે ખાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pallavi Oza
Pallavi Oza @Pallavi_Oza1964
પર

Similar Recipes