થાઈર વડાઈ  (સાઉથ ઈન્ડિયન દહીં વડાં)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ઠંડુ-ઠંડુ દહીં અને ઉપર વઘાર , સાઉથ ઈન્ડિયન સ્પેશ્યાલીટી. આ દહીં વડાં સાઉથ માં બહુજ ફેમસ છે. તમિલનાડુ ના લોકો થાઈર વડાઈ બ્રેકફાસ્ટ માં પણ ખાય છે.થાઈર વડાં કંઈક અલગ પણ બહુજ સ્વાદિષ્ટ બને છે.
#ST

થાઈર વડાઈ  (સાઉથ ઈન્ડિયન દહીં વડાં)

ઠંડુ-ઠંડુ દહીં અને ઉપર વઘાર , સાઉથ ઈન્ડિયન સ્પેશ્યાલીટી. આ દહીં વડાં સાઉથ માં બહુજ ફેમસ છે. તમિલનાડુ ના લોકો થાઈર વડાઈ બ્રેકફાસ્ટ માં પણ ખાય છે.થાઈર વડાં કંઈક અલગ પણ બહુજ સ્વાદિષ્ટ બને છે.
#ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20  મીનીટ
4 સર્વ
  1. વડાં માટે : 1 કપ અડદ ની દાળ
  2. 1સમારેલું લીલું મરચું
  3. 1ઈંચ સમારેલો આદુ નો ટુકડો
  4. થોડાલીમડાનાં પાન
  5. 2 ટે સ્પૂનસમારેલી કોથમીર
  6. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  7. 2ટે. સ્પૂન ફ્રેશ કોપરું
  8. 3/4 ટી સ્પૂનમીઠું
  9. તળવા માટે તેલ
  10. થાઈર મિક્ષણ (દહીં ના મિક્ષણ) માટે : 3 કપ દહીં
  11. 1/2 કપપાણી
  12. 2 ટે સ્પૂનસાકર
  13. 1/2 ટી સ્પૂનમીઠું
  14. 3 ટી સ્પૂનતેલ
  15. 1 ટી સ્પૂનરાઈ
  16. 1 ટી સ્પૂનઅડદ ની દાળ
  17. 1/2 ટી સ્પૂનજીરું
  18. ચપટીહીંગ
  19. 1સમારેલું સુકું લાલ મરચું
  20. થોડાસમારેલા લીમડાનાં પાન
  21. 2સમારેલા લીલા મરચાં
  22. 1ઈંચ સમારેલો આદુ નો ટુકડો
  23. 2 ટે સ્પૂનસમારેલી કોથમીર
  24. સર્વ કરવા માટે : ચપટી લાલ મરચું
  25. ખારી બુંદી
  26. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20  મીનીટ
  1. 1

    અડદ ની દાળ ને ચોખ્ખા પાણી માં ધોઈ અને 2-3 કલાક માટે પલાળવી.પછી મીકસર માં સ્મૂથ પેસ્ટ બનાવી.

  2. 2

    હવે અડદ ની દાળ ની પેસ્ટ ને કલર બદલાય ત્યાં સુધી ફીણવી. અંદર લીલા મરચાં, આદુ, લીમડો, કોથમીર મરીનો પાઉડર, કોપરું અને મીઠું નાંખી 1 મીનીટ ફીણવું. આ મિક્ષણ ને સાઈડ પર રાખવું.

  3. 3

    થાઈર મિક્ષણ (દહીં) : 1 બાઉલ માં દહીં લઈને ફેટી લેવું. પછી અંદર પાણી, સાકર, મીઠું નાંખી મીકસ કરી, બધો મસાલો કરવો. ચીલ્ડ કરવા મુકવું.

  4. 4

    ગરમ તેલ માં વડાં તળવા.કિચન પેપર ઉપર કાઢી લેવા. પછી 10 મીનીટ ગરમ પાણી માં રાખવા.

  5. 5

    વડાં ને નિતારી ને કાઢી લેવા. પછી ચીલ્ડ દહીં માં આ વડાં ને 2 કલાક માટે પલાળવા.

  6. 6

    એક ડીપ ડીશમાં 4 વડાં લઈ ઉપર ચીલ્ડ દહીં, ખારી બુંદી અને કોથમીર છાંટી, ઠંડા-ઠંડા કુલ-કુલ થાઈર વડાં સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes