વધેલા ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#LO લંચ બોક્સ muthiya-વધેલા ભાત ના સ્વાદિષ્ટ મુઠીયા લંચ બોક્સ માં kids અને આપડે પણ લંચ break ma Khai શકીએ.

વધેલા ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)

#LO લંચ બોક્સ muthiya-વધેલા ભાત ના સ્વાદિષ્ટ મુઠીયા લંચ બોક્સ માં kids અને આપડે પણ લંચ break ma Khai શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક
૪લોકોમાટે
  1. વધેલા ભાત
  2. ૧૦૦ ગ્રામ ઢોકળાં નો લોટ
  3. ૫૦ ગ્રામ ચણા નો લોટ
  4. ૫૦ ગ્રામ બાજરી નો લોટ
  5. મીઠું
  6. હળદર
  7. ૨ ચમચીખાંડ કે ગોળ
  8. લીંબુ
  9. દહીં
  10. ૨ નાની સુધારેલ ડુંગળી
  11. 1/2 ચમચીલાલ મરચાંની ભૂકી
  12. ચપટી હિંગ
  13. સજાવટ માટે લીલું કોપરું
  14. ધાણા
  15. 1 ઝૂડીમેથી
  16. લીલાં મરચાં
  17. આદુ
  18. લસણ
  19. ૧ ચમચી તલ
  20. 1ગાજર ઝીણું છીણેલું
  21. 1પેકેટ ઇનો
  22. ૪ મોટા ચમચા તેલ
  23. લોટ બંધાય એટલું દહીં

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    ભાત મસળી ને લેવા.તેમાં ઢોકળાં અને બાજરી અને ચણા નો લોટ ઉમેરવો.

  2. 2

    ત્યાર બાદ મીઠું/હળદર/લાલ મરચા ની ભૂકી/ઝીણી સુધારેલ ડુંગળી, ૨ ચમચા તેલ,લીલા ૫ લાંબામરચા ની પેસ્ટ(સ્વાદ પ્રમાણે)/આદુ/લસણ નાખી મસળવું.

  3. 3

    ત્યાર બાદ લીલા ધાણા, ઝીણી સુધારેલ લીલી મેથી,૧ ચમચી તલ,૨ ચમચી ખાંડ કે ગોળ,૨ મોટા લીંબુ,૧ ઇનો નું પેકેટ નાખી બધો મસાલો બરાબર મિક્સ કરવો

  4. 4

    આ મિશ્રણ માં દહીં નાખી મુઠીયા વડે એવો લોટ બાંધવો.ત્યાર બાદ લાંબા મુઠીયા વાળી બાફવા મૂકવા.

  5. 5

    Tips- મુઠીયા ચમકીલા અને સુવાળા બનવા હોય તો.બાફતા પહેલા તેલ અને પાણી વાડા હાથે મુઠીયા ઉપર ચોપડી ને મૂકવા.

  6. 6

    મુઠીયા થાય કે નહિ એની ચકાસણી માટે છરીની ધાર મુઠીયા માં નાખવી જો છરી ની ધાર ચોખી બહેર આવે તો મુઠીયા તૈયાર અને છરી ની ધાર લોટ લઈ ને નીકળે તો હજે કાચા સમજવા

  7. 7

    મુઠીયા થઈ ગયા પછી ઠંડા પડી નાના લુવા જેવા ગોળ કાપવા.

  8. 8

    એક કડાઈ મા તેલ ગરમ કરી રાઇ,તલ,ડુંગળી,આદુ,લસણ,૨ લીલા આખા મરચા,ચપટી હિંગ નાખી મુઠીયા ને વઘાર માં નાખી ધીમે તૂટે નહિ એની કાળજી લેતા હલાવવા.

  9. 9

    ઉપર થી ધાણા,કોપરું શણગાર માટે નાખી શકાય.ઠંડા કરી ડબ્બા માં લઇ ને મોજ થી ઓફિસ માં લંચ માણો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sushma vyas
Sushma vyas @sushfood
પર
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sangita Vyas
Sangita Vyas @Sangit
મને launch box માં ભરી દો..😋💃

Similar Recipes