લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)

લાવા કેક કે લાવા બ્રાઉની નું નામ સાંભળ્યું હશે પણ લાવા ઈડલી !! જી હા લાવા ઈડલી કઈંક નવું બનાવું એ મારો શોખ તો છે જ પણ સાથે સાથે નવું શીખવાની મારી એક ધગસ જે મને હંમેશા સામાન્ય ને કઈંક નવું રૂપ આપી પ્રેઝન્ટ કરવાની પ્રેરણા આપે છે. મેં કુકપેડ ના આ માધ્યમ થી જ નવી નવી વૅરીઈટસ બનાવતા શીખ્યા છીએ. મારા સાસુ હંમેશા કી કે શીખવા માટે પેલા થોડું જ ટ્રાઇ કરવું જેથી અગર ના વ્યવસ્થિત બને કે આ ભાવે તો અન્ન નો બગાડ ન થાય. એટલે મેં પેલા થોડી જ ટ્રાઇ કરી આ લાવા ઈડલી જે અપડે નોર્મલ ઘર માં બનાવતા હોયે ત્યારે બનાવી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી નું ખીરું આપણે નોર્મલ જે રીતે તયાર કરતા હોયે તેમ જ રાખવાનું.
હવે ઈડલી ના સ્ટેન્ડ માં તેલ થી ગ્રીસ કરી એમાં જસ્ટ એક ચમચી જેટલું જ ખીરું નાખી એમાં પાણીપુરી ની પૂરી મુકવાની જેમાં જાડો સાંભાર ભરી લેવાનો, ધ્યાન રહે કે પૂરી તૂટેલી ના હોવી જોયે જેથી કે સાંભાર એની બહાર નીકળી જાય. હવે એની ઉપર બીજું ચમચી ખીરું રેડવાનું જેથી એ પેક થઇ જાય. બહુ મોટી પૂરી નહિ લેવાની જેથી કે એ સ્ટેન્ડ માં પણ ફિટ ન બેસે. નાની પૂરી લેવાની. - 2
હવે એને સ્ટીમર માં ૧૨ ૧૫ મિનિટ સુધી સ્ટેયમ થવા દો. પછી ચેક કરી લો કે એ થાય ગઈ છે કે નાઈ અને હળવેક થી એને સ્ટેન્ડ માંથી બાર કાઢો. એને ડીશ માં કોથમીર ભભરાવી સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (12)