રાજભોગ આઈસ્ક્રીમ (Rajbhog Icecream Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

રાજભોગ આઈસ્ક્રીમ (Rajbhog Icecream Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ દિવસ
૬ લોકો માટે
  1. ૫૦૦ મિ.લી. અમુલ દૂધ
  2. ૬ સ્પૂનખાંડ
  3. ૧ વાટકીમલાઈ
  4. મિક્સ ડ્રાયફ્રુટ્સ-દ્રાક્ષ, કાજુ, પિસ્તા, બદામ
  5. કેસરના થોડા તાંતણા
  6. ૧ ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  7. 1/2 ચમચી સી એમ એસ પાઉડર
  8. ૧/૫ ટેબલ સ્પૂન જી એમ એસ પાઉડર
  9. ૩ ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ દિવસ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરો. ત્યારબાદ એક કડાઈમાં દૂધ ઉકાળવા મુકો.

  2. 2

    ત્યારબાદ એક વાટકીમાં થોડું દૂધ લઇ તેમાં કોર્ન ફ્લોર, મિલ્ક પાઉડર, જી એમ એસ, સીએમસી પાઉડર નાખી એક પેસ્ટ બનાવો.

  3. 3

    ત્યારબાદ બધા ડ્રાયફ્રૂટ્સ ને એક કડાઈમાં ધીમા તાપે શેકો. એક વાટકીમાં થોડું પાણી લઈ તેમાં કિસમિસને પલાળો. બીજી વાટકીમાં થોડુંક દૂધ લઇ તેમાં કેસર પલાળી રાખો.

  4. 4

    ત્યારબાદ ઉકળતા દૂધમાં કોર્ન ફ્લોર અને પાઉડર વાળી ટેસ્ટ અને કેસરવાળું દૂધ નાખી હલાવતા જવું.

  5. 5

    ત્યારબાદ તેમાં મલાઈ અને ડ્રાયફ્રુટ ના ઝીણા કટકા અને પલાળેલી દ્રાક્ષ નાખી બીટર થી‌બીટ‌ કરો.

  6. 6

    ત્યારબાદ તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી ઉપરથી બીજા ડ્રાયફ્રૂટ્સ એડ કરો.

  7. 7

    ત્યારબાદ તેને આઠથી દસ કલાક ફ્રીઝરમાં સેટ કરવા મૂકો. ત્યારબાદ તેને સર્વ કરો. ઉપરથી કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ નાખો.

  8. 8

    તો રેડી છે ઉનાળામાં બધાના મનપસંદ રાજભોગ આઈસ્ક્રીમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes