મેંગો આઈસ્ક્રીમ (Mango icecream recipe in Gujarati)

પદ્મિની પોટા
પદ્મિની પોટા @cook_22526254

મેંગો આઈસ્ક્રીમ (Mango icecream recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

કુલ સમય બે દિવસ
આઠથી દસવ્યક્તિ
  1. 500 ગ્રામ ફૂલ ફેટ દૂધ
  2. 1 ટેબલ સ્પૂનજી. એમ. એસ. પાઉડર
  3. 1 ટેબલ સ્પૂનકોર્નફ્લોર
  4. 1/4 ચમચી સી. એમ. સી. પાઉડર
  5. 5-1/2 ચમચી ખાંડ
  6. 3-4 નંગ પાકી કેરી

રાંધવાની સૂચનાઓ

કુલ સમય બે દિવસ
  1. 1

    સૌ પ્રથમ આઈસ્ક્રીમ નો બેઝિક બનાવી લેવો બેઝિક માંથી બે જુદી જુદી ફ્લેવર ના આઈસ્ક્રીમ બની જાય છે વળી બેઝિક પંદર દિવસ સુધી બગડી જતો નથી મેં અગાઉ આની રેસીપી ચોકલેટ આઈસ્ક્રીમ માં આપેલી છે છતાં ફરી આપું છું દૂધમાં ઉપરોક્ત તમામ વસ્તુઓ કેરી સિવાય ની નાખી ઉકાળી લેવું ઠંડું પડે ફ્રીઝરમાં મુકવું એકદમ કડક જામી જાય એટલે તેના નાના નાના પીસ કરી મનગમતો આઈસ્ક્રીમ બનાવી શકાય મારી પાસે બેઝિક ઊનાળામાં આગળ પાછળ હોય જ છે તેથી તેના ફોટા મેં મુકેલ નથી

  2. 2

    બેઝિક ના નાના કટકા કરી તેને ચર્ન કરવા મુકો

  3. 3

    થોડું પેસ્ટ જેવું થાય એટલે તેમાં એક કેરીના કટકા કરી તેનો રસ બનાવી તેમાં ઉમેરો અને મિક્ષ થવા દો તમે જોઈ શકો છો કે બેઝિક ના કટકા કેટલા હતાં અને પેસ્ટ થયા પછી તે કેટલો બધો થઈ ગયો છે

  4. 4

    એકદમ સરસ સ્મુધ થઈ જાય એટલે તેને એક ડબ્બા માં ભરી દો અને બાકી વધેલી કેરી ના કટકા કરી ઉપર મુકો

  5. 5

    ડબ્બા ને ફ્રીઝરમાં સેટ થવા માટે મુકો લગભગ ઉનાળામાં ૧૦ થી ૧૨ કલાક થશે

  6. 6

    તૈયાર છે ફળો ના રાજા કેરી નો ઊનાળામાં તન મન માં ઠંડક આપતો મેંગો આઈસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
પદ્મિની પોટા
પર

Similar Recipes