ઇદડા (Idada recipe in Gujarati)

#FFC3
#week3
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ઇદડા એક ગુજરાતી ઢોકળા છે. ઇદડા ને સફેદ ઢોકળા ના નામે પણ ઓળખવામાં આવે છે. ચોખા અને અડદની દાળના બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ ઇદડાને સુરતી ઇદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ઇદડા કઈ રીતે બને છે.
ઇદડા (Idada recipe in Gujarati)
#FFC3
#week3
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ઇદડા એક ગુજરાતી ઢોકળા છે. ઇદડા ને સફેદ ઢોકળા ના નામે પણ ઓળખવામાં આવે છે. ચોખા અને અડદની દાળના બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ ઇદડાને સુરતી ઇદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ઇદડા કઈ રીતે બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઇદડાનું બેટર બનાવવા માટે:
ચોખા અને અડદની દાળને ચોખ્ખા પાણીથી ધોઈ ચાર પાંચ કલાક માટે પલાળી રાખવાના છે. ત્યારબાદ આ દાળ ચોખાને પાણી નીતારી મિક્સરની જારમાં લઈ સ્વાદઅનુસાર મીઠું અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તૈયાર કરેલા બેટરમાં દહીં ઉમેરી બરાબર ભેળવી આથો લાવવા માટે પાંચ થી છ કલાક માટે ઢાંકીને રાખવાનું છે. - 2
તૈયાર કરેલા બેટરમાં આદુ મરચાની પેસ્ટ, મરી પાવડર અને તેલ ઉમેરવાનું છે.
- 3
ઇદડા બનાવવા માટેની થાળીને તેલથી ગ્રીસ કરવાની છે. ઇદડા બનાવવા માટે એક મોટી કડાઈમાં પાણી ઉકાળવા માટે મૂકી દેવાનું છે.
- 4
ઇદડા મુકતી વખતે બેટરમાં ઈનો ઉમેરી બરાબર રીતે ફિણવાનું છે. બેટરને મીડીયમ થીક રાખવાનું છે.
- 5
બેટરને ગ્રીસ કરેલી થાળીમાં પાથરી ઉપર લાલ મરચું પાવડર છાટી તૈયાર કરેલી કડાઈમાં પંદર થી વીસ મિનિટ માટે કૂક કરવા માટે મુકવાનું છે.
- 6
કુક થઈ જાય એટલે તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે.
- 7
ઇદડાના વધાર માટે:
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાય, જીરુ અને સમારેલા લીલા મરચા ઉમેરવાના છે. - 8
લીમડાના પાન ઉમેરી વધાર બરાબર તતળે એટલે તેને ઇદડાની થાળી પર પાથરી દેવાનો છે.
- 9
હવે છરી વળે મનગમતી સાઇઝમાં ઇદડાના ટુકડા કરી લેવાના છે.
- 10
તો અહીંયા આપણા સુરતી ઇદડા સર્વ કરવા માટે તૈયાર છે.
- 11
ઇદડાને લીલા ઘાણા વડે ગાર્નીશ કર્યા છે.
- 12
મેં ઇદડાને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે.
- 13
ઇદડા ખુબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇદડા
#starઇદડા એ સફેદ ઢોકળા તરીકે પણ ઓળખાય છે. ઇદડા મૂળ સુરતી વાનગી છે. સવાર ના નાસ્તા તરીકે આ રેસિપી બનાવી શકાય છે. જે બનાવવા માં ખૂબ જ સરળ છે. Anjali Kataria Paradva -
-
ઇદડા(Idada Recipe in Gujarati)
#trend4આજે મે અહી અડદ ની દાળ અને ચોખા માથી બનતી વાનગી ઇદડા બનાવાની રીત બતાવી છે ,ઇદડા ગુજરાતી લોકોનું ફેમસ ફરસાણ છે તમેઆ રીતે 1 વાર જરુર ટ્રાય કરજો ચોક્સ ગમસે. Arpi Joshi Rawal -
વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati#cookpadindia#cookpad વાટી દાળ ખમણ એક સ્વાદિષ્ટ ફરસાણ છે. ગુજરાતી લોકોમાં આ ફરસાણ ખૂબ પ્રચલિત છે. મગની પીળી દાળમાંથી બનાવવામાં આવતુ આ ફરસાણ હેલ્ધી પણ છે. મગની દાળ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો મળે છે. વાટી દાળના ખમણ બનાવવા માટે મગની દાળને પલાળી તેનું બેટર બનાવી તેમાંથી ઢોકળા બનાવવામાં આવે છે. આ ઢોકળાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરવામાં આવે છે. મગની દાળ નાના બાળકો માટે પણ ઘણી ફાયદાકારક છે. માટે બાળકોને આ ખમણ ખાવાનું મન થાય એ માટે મેં આજે આ ખમણને કેન્ડી ના રૂપમાં બનાવ્યા છે. Asmita Rupani -
ઇદડા(Idada recipe in Gujarati)
#trend#week4 હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈદડા.. મેં પણ આ પહેલીવાર બનાવી, અને હા ખુશીની વાત એ છે કે આજે આ રેસિપી બનાવીને મને મારા પતિદેવજીએ સર્ટિફિકેટ આપી દીધું છે કે ખૂબ સરસ બન્યા છે... જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ પૌષ્ટિક છે. અને આ વાનગી ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.... આપણે ઢોકળા ના બીજા સ્વરૂપ તરીકે પણ ઓળખી શકીએ છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
ઇદડા (Idada Recipe In Gujarati)
#Trend4#week4દરેક ગુજરાતી ના ઘરે બનતું અને દરેક ને ભાવતું ફરસાણ એટલે ઇદડા Komal Shah -
મસાલા પનીયારમ (Masala Paniyaram recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મસાલા પનીયારમ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ પનીયારમ ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મેં આ પનીયારમ બનાવવામાં વેજિટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે. સવારના સમયે નાસ્તામાં કે બાળકોને લંચબોક્સમાં પણ આ સાઉથ ઇન્ડિયન વાનગી આપી શકાય છે. આ વાનગી બનાવવામાં તેલ નો સાવ ઓછો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે તેમાં વેજિટેબલ્સ પણ ઉમેરી શકાય છે. તેથી આ વાનગીને એક હેલ્ધી વાનગી પણ કહી શકાય. Asmita Rupani -
મસાલા ઇદડા (Masala Idada Recipe In Gujarati)
#FFC3ઇદરા સાદા પણ તેલ સાથે ખવાય છે અને ઇદરા ઉપર બધા મસાલા એડ કરીને પણ ખાવાની મજા આવે છે. Hinal Dattani -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડા સુરત અને નવસારીની ફેમસ આઇટમ છે અને ઇદડા ખાટા ઢોકળા કરતા અલગ હોય છે તેમાં ચણાની દાળ આવતી નથી અને સફેદ કલરના બનાવવામાં આવે છે તેના પર મરી લગાવવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
ઇદડા (idada Recipe in Gujarati)
#trend4ઇદડા એ આમ તો ઇડલીનું જ એક બીજું સ્વરૂપ છે ,,પણ બનાવીયે ત્યારેતેનો સ્વાદ ઈડલી કરતા અલગ જ આવે છે ,લગભગ ઢોકળાની હરોળમાંઆવી ગયા છે ઇદડા ,,કંઈપણ પ્રસંગ હોય સાથે હળવા ફરસાણ તરીકેઇદડા પ્રથમ પસંદગી હોય છે ,આમ પણ ઇદડા પચવામાં પણ સહેલાં છે ,,આથો લાવીને બનાવેલા હોવાથી b12 વિટામિન પણ ભરપૂર મળે છેઅને કાર્બોહાઇટ્રેડ અને પ્રોટીન પણ ભરપૂર મળે છે ,,નાસ્તા તરીકેપણ ઉપયોગમાં લેવાય છે ,,કેમ કે ચા -કોફી સાથે વઘારેલા ઇદડા ખુબ જસરસ લાગે છે , Juliben Dave -
-
ઇદડા(idada recipe in Gujarati)
#FFC3 સુરત નાં પ્રખ્યાત ઇદડા કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે.તેનાં આથા માં પૌઆ ઉમેરવાંથી પોચા બને છે. Bina Mithani -
-
ઢોકળા અને ઈદડા (Dhokla Idada Recipe In Gujarati)
#FamPost-4 આ રેસીપી મારા દાદીજી સાસુ પાસે હું શીખી છું...દાદીજી દળવાની પત્થર ની ઘંટીમાં ઢોકળા નો લોટ હાથે દળી ને બનાવતા...હવે ઘંટી Antique piece બનીને રહી ગઈ છે ...મેં દાળચોખા પલાળી મિક્સર જારમાં પીસીને લીધા છે અને ઢોકળા - ઇદડા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
ઈદડા - સફેદ ઢોકળા (Idada - White Dhokla Recipe In Gujarati)
#FFC3 #week3#ફૂડફેસ્ટીવલ #ઈદડા #ઢોકળા #સફેદ_ઢોકળા#Idada #WhiteDhokla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઈદડા - મરીવાળા સફેદ ઢોકળાઆ ઈદડા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . ઘણી જગ્યા એ , ખાસ કચ્છ માં સફેદ ઢોકળા નાં નામે ઓળખાય છે .ઢોકળા ની ઉપર મરી નો પાઉડર કે પછી અધકચરા મરી ભભરાવાય છે . ગરમાગરમ બાફેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે .વઘાર કરીને પણ ખવાય છે . મરી વાળા સફેદ ઢોકળા Manisha Sampat -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવી એક વાનગી બનાવી છે. આ વાનગીનું નામ છે ખમણ ઢોકળા. સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ખમણ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી આ ખમણ ઢોકળા બની જાય છે. તહેવારોમાં, જમણવારમાં કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં આ વાનગી ફરસાણ તરીકે બનાવવામાં આવે છે. ખમણ ઢોકળા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વાનગી છે. Asmita Rupani -
તિરંગી ઢોકળા પોપસ્ટીક (Tirangi Dhokla recipe in Gujarati)
#ff1#nonfriedjainrecipe#cookpadgujarati મેં આજે 15 ઓગસ્ટના દિવસે તિરંગી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા મેં રવા માંથી બનાવ્યા છે. ઢોકળાને ગ્રીન અને ઓરેંજ કલર આપવા માટે પાલક અને ગાજર ની પ્યુરીનો ઉપયોગ કર્યો છે. આ તિરંગી ઢોકળાને થોડો નવો લુક આપવા માટે મેં તેને સ્ટીકમાં ભરાવી સર્વ કર્યા છે. બાળકોને તો આ તિરંગી ઢોકળા જોતા જ ગમી જાય તેવા બન્યા છે. ગાજર, લીલા મરચા અને પાલકને લીધે આ ઢોકળા નો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
ઇદડા (Idada Recipe In Gujarati)
#RC2#week2#whiteસફેદ ઈદડા એ એક નરમ અને સ્ટીમ્ડ ગુજરાતી નાસ્તો છે. ઓલ-ટાઇમ મનપસંદ સ્ટાર્ટર માં અથવા ચા ના સમયના નાસ્તા માં પણ આનો આનંદ માણવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
ઈદડા(Idada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ સ્વાદિષ્ટ ઈદડા. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચાલો આજ ની ઈદડા ની રેસીપી શરૂ કરીએ.#trend4#week4 Nayana Pandya -
ચીઝ ગાર્લીક ઇદડા (Cheese Garlic Idada Recipe In Gujarati)
ચીઝ ગાર્લીક ઇદડા એ સુરત નું સ્ટ્રીટ ફૂડ છે.#FFC3#week3#ફૂડફેસ્ટિવલ Hemaxi Patel -
પાલક પાત્રા (Palak Patra recipe in Gujarati)
#FFC5#jigna#WDC#week5#cookpadgujarati#cookpadindia#cookpad પાલક પાત્રા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ એવું એક ગુજરાતી ફરસાણ છે. પાલક પાત્રા તેના નામ પ્રમાણે જ પાલકની ભાજીના પાન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચણાના લોટમાં એટલે કે બેસનમાં બધા મસાલા ઉમેરી, આ મિક્ચરને પાલકના પાન પર લગાવી તેનો રોલ બનાવવામાં આવે છે. પાલકની ભાજી અને ચણાનો લોટ બંને શરીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ વાનગી બનાવવા માટે તેલનો ઉપયોગ પણ ઓછો કરી શકાય છે માટે આ ગુજરાતી વાનગી એક હેલ્ધી વાનગી પણ છે. સામાન્ય રીતે પાલક પાત્રા નો ઉપયોગ બપોરના સમયે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે કરવામાં આવે છે પરંતુ આ પાત્રને સાંજના સમયે નાસ્તામાં ચા ની સાથે કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Asmita Rupani -
માઇક્રોવેવ મગ ઢોકળા (Microwave Mug Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad ગુજરાતી લોકોના ઘરમાં ઢોકળા ખૂબ જ પ્રખ્યાત અને મનપસંદ વાનગી છે. અલગ અલગ ઘણા ઇન્ગ્રીડીયન્સ માંથી ઘણી બધી વેરાઈટીના ઢોકળા બનાવી શકાય છે. સામાન્ય રીતે ઢોકળા બનાવવા માટે તેના બેટરને થોડીવાર માટે પલાળી રાખવું જરૂરી હોય છે. પરંતુ કોઈ વખત જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળુ બનાવવુ હોય ત્યારે તેને પલાળ્યા વગર પણ ખૂબ જ સરસ રીતે બનાવી શકાય છે. મેં આજે માઇક્રોવેવ નો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ ઢોકળું બનાવ્યું છે. તેમાં પણ આ ઢોકળુ મેં મગમાં બનાવ્યું છે. ચણાના લોટમાંથી બનાવેલું આ ઇન્સ્ટન્ટ મગ ઢોકળું એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે. માઇક્રોવેવ માં આ ઢોકળુ માત્ર એક થી દોઢ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈએ માઇક્રોવેવ મગ ઢોકળુ ઇન્સ્ટન્ટલી કઈ રીતે બને છે. Asmita Rupani -
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
કાંચીપુરમ ઇડલી
#goldenapron2#week5#tamilnadu#સ્ટ્રીટઆ ઈડલી બનાવવા માં નોર્મલી કરતા થોડી અલગ છે. પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Kala Ramoliya -
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
ઈડલી શાશલિક (Idli Shashlik recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad ઈડલી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. મેં આજે આ ઈડલીને અલગ રીતે શાશલિક ની સ્ટાઇલમાં બનાવી છે. ઈડલી ની સાથે મસાલેદાર, કલરફૂલ બેલપેપર્સ અને ઓનિયન નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ઈડલી શાશલિક બનાવવું ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. લંચ કે ડિનર સમયે સ્ટાર્ટર તરીકે કે પછી કોઈ પાર્ટીમાં સ્નેક્સ તરીકે પણ આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Asmita Rupani -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#DRCચોખા, ચણાની દાળ, અડદની દાળ મિક્સ કરી તેનું બેટર બનાવી ને લીલા તેમજ સુકા મસાલા ઉમેરી એકદમ સોફ્ટ તેમજ ખાવામાં ટેસ્ટી એવા ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા સવાર સાંજ ના નાસ્તામાં કે ડિનરમાં ચા કે ચટણી સાથે લઈ શકાય છે. લંચ સાથે પણ ફરસાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (62)