પાતળ ભાજી (Patal Bhaji Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#TT2
#cookpadgujarati
#મહારાષ્ટ્ર_સ્પેશિયલ_વાનગી

પાતળ ભાજી મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. આ વાનગી અળવીના પાન, પાલકના પાન કે બીજી કોઇપણ ભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ વાનગીમાં ચણાની દાળ કે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે પાલકની ભાજી અને ચણાની દાળનો ઉપયોગ કરીને પાતળભાજી બનાવી છે. પાલકની ભાજી અને ચણાની દાળના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1મોટી જુડી પાલક ની ભાજી
  2. 1/4 કપચણા ની દાળ
  3. 1/4 કપસીંગદાણા
  4. પાણી જરૂર મુજબ
  5. 1 tbspતેલ
  6. 1 tspજીરું
  7. 3 નંગજીના સમારેલા લીલાં મરચાં
  8. 1 tspઆદુ ની પેસ્ટ
  9. 8-10 નંગકળી જીણું સમારેલું લસણ
  10. 1/2 tspહિંગ
  11. 1 કપખાટી છાશ
  12. 3 tbspબેસન
  13. 1 tspલાલ મરચું પાવડર
  14. 1/2 tspહળદર પાવડર
  15. 1 tspધાણા જીરું પાઉડર
  16. 1/2 tspગરમ મસાલો
  17. નમક સ્વાદ અનુસાર
  18. 1 tspખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ અને સીંગદાણા ને ચોખ્ખા પાણીથી ધોઈ 3 કલાક માટે હુંફાળા ગરમ પાણી માં પલાળી રાખો.

  2. 2

    પાલક ની ભાજી ને ચોખ્ખા પાણીથી ધોઈ તેને જીની સમારી લો.

  3. 3

    ત્યાર બાદ કૂકર મા પલાળેલા સીંગદાણા, ચણા ની દાળ અને સમારેલી પાલક ની ભાજી અને પાણી ઉમેરી 3 સિટી વગાડી બાફી લો.

  4. 4

    હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું કકડાવી તેમાં સમારેલા લીલાં મરચાં, સમારેલું લસણ, આદુ ની પેસ્ટ અને હિંગ ઉમેરી તેનો વઘાર કરી લો.

  5. 5
  6. 6

    હવે તેમાં બાફીને તૈયાર કરેલ પાલક ની ભાજીનું મિશ્રણ ઉમેરો. ત્યાર બાદ છાસ માં બેસન ઉમેરી બરાબર મિક્સ કરી આ મિશ્રણ ને ભાજી નાં મિશ્રણ માં ઉમેરો

  7. 7

    હવે આમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, નમક અને ખાંડ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે ઢાંકી ને કૂક કરી લો.

  8. 8

    હવે આપણી પાલક ની પાતળ ભાજી તૈયાર છે સર્વ કરવા માટે. આ પાતળ ભાજીને રાઈસ, રોટી કે પરાઠા સાથે સર્વ કરી સકાય છે. મેં અહીં આ ભાજી ને પરાઠા સાથે સર્વ કરી છે.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes