સરમણીયા

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112

#FFC1
આ એક વિસરાતી જતી વાનગી છે મારા દાદી અને મારા પરદાદી જ્યારે સીઝનલ શાક ન મળે ત્યારે દૂધ દહીં કે છાશ સાથે ખવાતા આ સરમણીયા બનાવતા અને આ ખૂબ જ પૌષ્ટિક પણ ગણાય છે કારણ કે આમાં ઘઉં જુવાર બાજરી મકાઈ અને ચણાના લોટનો ઉપયોગ થાય છે.

સરમણીયા

#FFC1
આ એક વિસરાતી જતી વાનગી છે મારા દાદી અને મારા પરદાદી જ્યારે સીઝનલ શાક ન મળે ત્યારે દૂધ દહીં કે છાશ સાથે ખવાતા આ સરમણીયા બનાવતા અને આ ખૂબ જ પૌષ્ટિક પણ ગણાય છે કારણ કે આમાં ઘઉં જુવાર બાજરી મકાઈ અને ચણાના લોટનો ઉપયોગ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
છ થી આઠ લોકો
  1. 200 ગ્રામઘઉંનો લોટ
  2. 200 ગ્રામજુવારનો લોટ
  3. 200 ગ્રામમકાઈનો લોટ
  4. 200 ગ્રામબાજરીનો લોટ
  5. 100 ગ્રામ ચણાનો લોટ
  6. થી ૧૦ કળી લસણ ની પેસ્ટ
  7. 1 વાટકો મેથી સમારેલી
  8. મોણ અને શેકવા માટે જરૂરિયાત મુજબ તેલ
  9. લોટ બાંધવા માટે જરૂરિયાત મુજબ પાણી
  10. 1 ચમચીતલ
  11. જરૂરિયાત મુજબ મીઠું
  12. 1 ચમચીમરચું
  13. 1/4 ચમચીહળદર
  14. 1 ચમચીધાણાજીરું
  15. હિંગ ચપટી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં બધા લોટ મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ તેમાં મેથી ધોઈને ઉમેરો અને લસણની પેસ્ટ ઉમેરો

  3. 3

    ત્યારબાદ જરૂર મુજબ મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ અને તલ નાંખો અને આઠથી દસ ચમચી જેટલું તેલ ઉમેરો

  4. 4

    ત્યારબાદ પાણી વડે રોટલી જેવી કણક તૈયાર કરો

  5. 5

    દસેક મિનિટ આ કણકને રેસ્ટ આપ્યા બાદ રેગ્યુલર રોટલી વણી લોઢી માં તેલ મૂકીને શેકો

  6. 6

    તૈયાર છે સરમણીયા આપણે તેને પીરસી શકીએ

  7. 7

    મેં તેને દહીં સાથે પીરસી છે બાકી તેની સાથે છૂંદો ગોળકેરી અને કાચી કેરીનું અથાણું પણ ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Harshal Joshi
પર

ટિપ્પણીઓ

Similar Recipes