પુલિયોગરે રાઈસ (Puliyogare Rice Recipe In Gujarati)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

#SR
#south indian rice recipe
મારો દીકરો બેંગલોર માં રહેતો ત્યારે બધા મિત્રો આ પુલિયોગરે રાઈસ બનાવતાં. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ત્યાં થી જ પુલિયોગરે પાઉડર નું પેકેટ લાવેલો અને મને બનાવતા શીખવ્યું. ત્યારથી મારા ઘરે કંઈક લાઈટ, ઝડપથી બની જાય છતા ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે જરૂર બને.

Pulihora, also known as puliyogare, puliyodarai,pulinchoru, kokum rice, or simply lemon or tamarind rice, is a very common and traditional rice preparation in the South Indian states of Telangana, Andhra Pradesh, Karnataka, Kerala and Tamil Nadu.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. બાઉલ રાંધેલો ભાત
  2. ૪ ચમચીપુલિયોગરે મસાલા પાઉડર
  3. ૧ ચમચીતેલ
  4. ૧/૨ ચમચીરાઈ
  5. ૧/૪હીંગ
  6. ૪ ચમચીશીંગદાણા
  7. ૧ ચમચીઅડદની દાળ
  8. ૧ ચમચીચણાની દાળ
  9. ૬-૭ લીમડાના પાન
  10. લીલા મરચા
  11. ૧/૨લીંબુ નો રસ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    રાંધેલો ભાત હાથેથી છુટો કરી તૈયાર કરી લો. પુલિયોગરે મસાલા પાઉડર કાઢી લો. દાળ, રાઈ, મરચા, લીમડાના પાન તૈયાર કરી લો.

  2. 2

    હવે કડાઈમાં તેલ મૂકી રાઈ, શીંગદાણા, ચણાદાળ, અડદની દાળ પછી મરચા અને લીમડાના પાન નાંખી સાંતળો.

  3. 3

    હવે પુલિયોગરે પાઉડર વાડકીમાં કાઢી લો. કડાઈમાં આ પાઉડર નાંખી થોડું પાણી એડ કરો જેથી મસાલા બળી ન જાય તથા બધું બરાબર મિક્સ થઈ જાય. પછી ભાત નાંખી બરાબર મિક્સ કરો.

  4. 4

    હવે પુલિયોગરે રાઈસને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમાગરમ સર્વ કરો.

  5. 5

    પુલિયોગરે પાઉડર માં આંબલીની ખટાશ, મીઠું, મરચું, દાળ અને શીંગદાણા નો અધકચરો પાઉડર હોવાથી બીજી સામગ્રી સ્વાદાનુસાર નાંખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes