લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

અમારા ઘરમાં દરરોજ રાઈસ‌ બને જ તો એક ને એક રાઈસ ન ભાવે તો આજે મેં થોડું વેરિએશન કરી ને લેમન રાઈસ બનાવ્યા.

લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

અમારા ઘરમાં દરરોજ રાઈસ‌ બને જ તો એક ને એક રાઈસ ન ભાવે તો આજે મેં થોડું વેરિએશન કરી ને લેમન રાઈસ બનાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૧ બાઉલ છુટ્ટા રાંધેલા ભાત
  2. ૨ ચમચીઘી
  3. ૧ ટી સ્પૂનરાઈ
  4. ૧/૪ ટી સ્પૂનહિંગ
  5. ૧ ચમચીશીંગદાણા
  6. ૨ ચમચીઅડદની દાળ
  7. ૨ ચમચીચણાની દાળ
  8. ૧ ચમચીસૂકું લાલ મરચું
  9. ૮- ૧૦ કાજુ ના ફાડા
  10. લીલાં મરચાં ના ટુકડા
  11. ૫-૭ લીમડાના પાન
  12. ૧/૪ ટી સ્પૂનહળદર
  13. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  14. લીંબુનો રસ
  15. ગાર્નિશ કરવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ રાઈસ બનાવી ને તૈયાર કરી લેવા.

  2. 2

    ભાત ને એક બાઉલમાં કાઢી તેમાં મરી પાઉડર અને લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લેવા.

  3. 3

    એક તપેલીમાં ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ શીંગ દાણા અડદ ની દાળ ચણાની દાળ નાખી ૨ મીનીટ સુધી સાંતળવું. હવે તેમાં લીલાં મરચાં ના ટુકડા,સૂકૂ લાલ મરચું, લીમડાના પાન અને કાજુ નાખી ને સાંતળવું. છેલ્લે થોડી હળદર નાખી ને મિક્સ કરી લેવું.૧/૨ મીનીટ સુધી સાંતળી લેવું.

  4. 4

    તૈયાર કરેલા વઘાર ને રાઈસ માં નાખી વુડન સ્પૂન ની મદદથી હળવા હાથે મિક્સ કરી લો.

  5. 5

    Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવા.
    તો તૈયાર છે
    લેમન રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes