લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

લેમન રાઈસ એ સાઉથ ઈન્ડિયાની ટ્રેડિશનલ ડિશ છે. એ લોકો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રાઈસ બનાવે છે. એ લોકો જમવાના માં ચોખા અને ચોખામાંથી બનતી વાનગી વધારે બનાવતા હોય છે. લેમન રાઈસ ક્રંચી , ટેન્ગી ફ્લેવર એકદમ ટેસ્ટી અને yummy 😋 લાગે છે.

લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

લેમન રાઈસ એ સાઉથ ઈન્ડિયાની ટ્રેડિશનલ ડિશ છે. એ લોકો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રાઈસ બનાવે છે. એ લોકો જમવાના માં ચોખા અને ચોખામાંથી બનતી વાનગી વધારે બનાવતા હોય છે. લેમન રાઈસ ક્રંચી , ટેન્ગી ફ્લેવર એકદમ ટેસ્ટી અને yummy 😋 લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1 ટેબલસ્પૂનમસ્ટર્ડ ઓઇલ
  2. 1 ટીસ્પૂનરાઈ
  3. 1 નંગસૂકું લાલ મરચું
  4. 1 ટીસ્પૂનઅડદની દાળ
  5. ટી સ્પૂનચણાની દાળ
  6. 1 ટેબલસ્પૂનશીંગદાણા
  7. 1 ટેબલસ્પૂનકાજુ
  8. 1 નંગલીલા મરચા ના ટુકડા
  9. પાંચથી છ મીઠા લીમડાના પાન
  10. 1 ચપટીહળદર
  11. 1 ટીસ્પૂનપાણી
  12. 1 નંગ લીંબુનો રસ
  13. 1બાઉલ રાંધેલા ભાત
  14. ગાર્નીશ કરવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં મસ્ટર્ડ ઓઇલ ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ સૂકુ લાલ મરચું નાખી દેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં અડદ ચણાની દાળ નાખી એક બે મિનિટ માટે સાંતળવી થોડો રંગ બદલાય એટલે તેમાં શીંગદાણા અને કાજુ નાખી ધીમા તાપે એક બે મિનિટ માટે સાંતળવા.

  3. 3

    ત્યારબાદ તેમાં લીલા મરચા, મીઠા લીમડાના પાન હળદર નાખી મિક્સ કરી લેવું પછી તેમાં હાથમાં થોડું પાણી લઈ છટકોરવું.

  4. 4

    ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું હવે તેમાં રાધેલા ભાત નાખી મિક્સ કરી લેવું. ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી રહેવા દેવું. રાઈસ ને વચ્ચે જરા હળવા હાથે મિક્સ કરી લેવા જેથી કરી અને રાઈસ પેનમાં ચોંટે નહીં.
    નોંધ : મે રાઈસ બનાવતી વખતે તેમા મીઠું નાખી દીધુ હતુ.

  5. 5

    છેલ્લે કોથમીર નાખી મિક્સ કરી લેવું.

  6. 6

    સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી રાઈસને સર્વ કરવા.
    તો તૈયાર છે
    લેમન રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes