કચ્છી ખારીભાત (Khari Bhat Recipe In Gujarati)

#KRC
કચ્છ પ્રદેશ ની આ વાનગી ડુંગળી બટાકા, શાકભાજી અને ભરપૂર મસાલા ઓ વડે ખૂબ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે One - Pot- Meal તરીકે ચાલી જાય છે મેં @mrunalthakkar ji ની recipe થી પ્રેરણા લઈને બનાવી છે...
કચ્છી ખારીભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC
કચ્છ પ્રદેશ ની આ વાનગી ડુંગળી બટાકા, શાકભાજી અને ભરપૂર મસાલા ઓ વડે ખૂબ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે One - Pot- Meal તરીકે ચાલી જાય છે મેં @mrunalthakkar ji ની recipe થી પ્રેરણા લઈને બનાવી છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે ત્રણ વાર ધોઇને પલાળેલા બાસમતી ચોખા તૈયાર કરો...ડુંગળી અને બટાકુ પણ સમારીને રાખો.આદુ- મરચા ચોપ કરી લો.
- 2
હવે એક પ્રેશર કૂકરમાં વઘારનું ઘી/તેલ મૂકી રાઈ તેમજ જીરું તતડાવો....ખડા મસાલા હીંગ ઉમેરો....પછી ડુંગળી ઉમેરીને સાંતળો..હળદર ઉમેરો....ડુંગળી સંતળાય એટલે બટાકુ અને ટામેટું ઉમેરીને સાંતળો...હવે પલાળેલા ચોખા અને માપનું પાણી ઉમેરી મસાલા કરો. મીઠું ઉમેરી ઉકળવા દો...
- 3
ચોખાનો દાણો ફૂલીને મોટો થઈ જાય એટલે કુકરનું ઢાંકણ ઢાંકીને બે વિસલથી રાંધી લો...
આપણા ખારી ભાત તૈયાર છે...પ્લેટમાં સજાવી અથાણાં, ચટણી અને દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
વાંગી ભાત
#RB9#MAR આ મહારાષ્ટ્ર ની ખૂબ સ્વાદિષ્ટ વાનગી છે જે ડિનરમાં પીરસાય છે...ગોડા મસાલાની અને તાજા નારિયેળની ફ્લેવરથી આખું રસોડું મઘમઘે છે...બાળકો અને વડીલોની ફેવરિટ વાનગી છે. One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpad_guj#cookpadindiaખારી ભાત એ કચ્છ ની એક ખાસ ચોખા ની વાનગી છે. ઓછા ઘટકો થી અને ઝડપથી બનતા આ સ્વાદિષ્ટ ભાત પ્રમાણ માં તીખા હોય છે. કચ્છમાં "ખારી" શબ્દ તીખાશ માટે વપરાય છે. આ ભાત માં આખા ગરમ મસાલા અને ડુંગળી, બટાકા અને ટામેટાં વપરાય છે. તમે ચાહો તો અન્ય શાકભાજી ઉમેરી શકો છો. Deepa Rupani -
બીટ રૂટ ફ્રાઈડ રાઈસ (Beet root fried rice recipe in Gujarati)
#GA4 #week5#beetrootOne-pot-mealDinnerPost -10 આ એક એવી રેસીપી છે જે સંપૂર્ણ આહાર ની ફીલિંગ આપે છે...બીટ રૂટ ના સોહામણા કલર સાથે બીજા વેજિસ અને ખાસ મસાલાઓના સંયોજનથી એક વિશિષ્ટ સ્વાદ અને ફ્લેવર આપે છે....રેસ્ટોરન્ટ કરતાંય વધારે સ્વાદિષ્ટ ડીનર ઘરે પણ માણી શકાય તેવી અનુભૂતિ થાય છે...ચાલો માણીયે...👍 Sudha Banjara Vasani -
સ્પ્રોઉટ્સ ફ્રાઈડ રાઈસ(Sprout fried rice recipe in Gujarati)
#GA4 #week11#sproutOne-pot-mealપોસ્ટ - 17 શિયાળા ની ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે....મેં ફણગાવેલા દેશી ચણા અને મગ સાથે લીલી તુવેરના દાણા ઉમેરીને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જે બ્રેકફાસ્ટ તેમજ ડીનર માં ચાલી જાય છે.ખડા મસાલા, આદુ ,લસણ, લીલા મરચા, ડુંગળી ના સંયોજન થી ફ્લેવરફુલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રાઈડ રાઈસ ઘરે જ તૈયાર થાય છે... Sudha Banjara Vasani -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#cooksnapchallenge#KRC#cookpad gujarati કચ્છી / રાજસ્થાની રેસીપી કચ્છ ની પરંપરાગત વાનગી. ટ્રેડિશનલી આ વાનગી કાંદા બટાકા અને ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મસાલા થી ભરપુર આ એક વન પોટ મીલ છે. દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
કચ્છી ખારીભાત (Kutchhi Khari Bhat Recipe in Gujarati)
#વેસ્ટ#પોસ્ટ1ખારીભાત એ કચ્છ ની વાનગી છે. બહુ ઓછાં તેલ મસાલા થી બનતી આ વાનગી દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Gandhi -
-
-
-
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે. Sudha Banjara Vasani -
દાળ પકવાન (Dal Pakvan recipe in Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી બ્રેકફાસ્ટ રેસીપી તરીકે લેવામાં આવે છે...સિંધી ક્યુઝીન ની વાનગી છે પણ દરેક રેસ્ટરન્ટ માં તેમજ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પીરસાય છે..તેના પીળા કલરને લીધે લોકો આકર્ષાય છે....One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીઆપણે દરરોજ એક જ પ્રકારનું ભાજન ખાઇને કંટાળી જઇએ છે અને દરરોજ બહારનું ચટપટુ ભોજન ખાવુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આજે આપણે આ એક સિમ્પલ છતાં ટેસ્ટી એવા કચ્છી ખારી ભાતની રેસિપી બનાવીશું. આ રેસીપી એટલી ટેસ્ટી લાગે છે કે તમે સૌના દિલ જીતી લેશો.પારંપરિક રીતે ખારી ભાડ માટીનાં વાસણમાં બને છે. તીખા મસાલા અને ખડા મસાલા ની સાથે સીઝનલ શાકભાજીના ઉપયોગ કરી ને બનાવાય છે. લસણ ની ચટણી, દહીં, અથાણું, પાપડ સાથે સર્વ કરી શકાય છે. Dr. Pushpa Dixit -
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
ખારી ભાત (Khari bhat recipe in Gujarati)
ખારી ભાત કચ્છમાં બનાવવામાં આવતા એક ભાતનો પ્રકાર છે જેનો મતલબ કચ્છી ભાષામાં તીખો ભાત એવું થાય છે. આ ભાત લગભગ મસાલા ભાત ની રીતે જ બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ ભાત આખા મસાલા અને ફક્ત કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ એમાં પસંદગી પ્રમાણેના શાકભાજી પણ ઉમેરી શકાય. આ ભાત ઝડપથી બની જાય છે પરંતુ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે. ખારી ભાત એક ફ્લેવરફુલ પરફેક્ટ વન પોટ મીલ ની રેસીપી છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cooksnap challenge# કચ્છી રાજસ્થાની રેસિપી Rita Gajjar -
કચ્છી ખારી ભાત(KATCHI KHARI BAAT RECIPE IN GUJARATI) (JAIN)
#KRC#KATCHI#KHARIBHAT#RICE#DINNER#QUICK_RECIPE#COOKPADINDIA#COOKPADGUJRATI કચ્છ એ સૂકો વિસ્તાર કહેવાય છે જ્યાં ઘરમાં પડેલા શાકભાજી થી ખારી ભાત તૈયાર કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને આ ભાત તૈયાર કરવામાં આવે છે. પરંતુ કચ્છમાં જૈન નો એક વિશાળ સમુદાય વસેલો છે, કચ્છી જૈન.. જેઓ કંદમૂળ ખાતા નથી. આથી તેમની ભોજન શૈલી મુજબનો મેં ખારી ભાત તૈયાર કરેલ છે. Shweta Shah -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત સાથે શેકેલા પાપડ#KRC #કચ્છી_રાજસ્થાની_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeકચ્છ માં ઘરે ઘરે બનતી ખારી ભાત બનાવવા માં સાવ સહેલી છે ને પ્રેશર કુકર માં તો એકદમ જલ્દી બની જાય છે. શેકેલા પાપડ સાથે ગરમાગરમ ખારી ભાત ખાવાની ખૂબ જ મજા આવે છે. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (11)