ખાંડવી(Khandvi Recipe in Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#GA4
#Week7
#buttermilk

ખાંડવી એ ગુજરાત નો ખૂબજ ફેમસ નાસ્તો છે. અને આખા વિશ્વમાં ગુજરાતી ઓની ઓળખ છે. તો આજે હું તમારી સાથે ચોક્કસ માપ સાથે ની આ હેલ્ધી અને ટેસ્ટી ખાંડવી ની રેસીપી અહીં શેર કરુ છુ

ખાંડવી(Khandvi Recipe in Gujarati)

#GA4
#Week7
#buttermilk

ખાંડવી એ ગુજરાત નો ખૂબજ ફેમસ નાસ્તો છે. અને આખા વિશ્વમાં ગુજરાતી ઓની ઓળખ છે. તો આજે હું તમારી સાથે ચોક્કસ માપ સાથે ની આ હેલ્ધી અને ટેસ્ટી ખાંડવી ની રેસીપી અહીં શેર કરુ છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ લોકો
  1. ૧ કપચણાનો લોટ
  2. છાશ ૩કપ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. હળદર ૧ટીસ્પુન
  5. ચપટીહીંગ
  6. ૨ ટેબલ સ્પૂનતેલ
  7. ૧ ટીસ્પૂનઝીણી રાઈ
  8. ૧ ટેબલ સ્પૂનતલ
  9. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. તેમા છાશ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં મીઠું, હળદર, હીંગ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે એક નોનસ્ટિક કડાઈમાં આ મિશ્રણને નાંખી ને ધીમાં તાપે ગરમ થવા દો. અને આ મિશ્રણને એક દિશા માં હલાવતા રહો. ખીરું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો

  4. 4

    હવે પ્લેટફોર્મ પર તેલ લગાવી ને આ મિશ્રણને પાથરી દો. અને તેના એક સરખા કાપા પાડીને થોડું થંડુ થવા દો.

  5. 5

    હવે તેમાં થી ગોળ રોલ વાળી દો.

  6. 6

    હવે વઘાર માટે તેલ ગરમ કરો. તેમા હીંગ, રાઈ, તલ, મીઠો લીમડો નાખી ને ખાંડવી પર વઘાર કરી લો.

  7. 7

    કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

Similar Recipes