ડ્રાયફ્રુટ હલવો (Dryfruit Halwa Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#AA1
#SRJ
શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહીનો, વ્રત નો મહિનો.... આ મહીના માં ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કરતા હોય છે. પર્યુષણ,રક્શાબંધન નો તહેવાર પણ આ મહીના માં જ આવે છે.તો જોવૉ અહીયાં એક ફરાળી મિઠાઈ જે બધાંની ભાવતી છે.

ડ્રાયફ્રુટ હલવો (Dryfruit Halwa Recipe In Gujarati)

#AA1
#SRJ
શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહીનો, વ્રત નો મહિનો.... આ મહીના માં ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કરતા હોય છે. પર્યુષણ,રક્શાબંધન નો તહેવાર પણ આ મહીના માં જ આવે છે.તો જોવૉ અહીયાં એક ફરાળી મિઠાઈ જે બધાંની ભાવતી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
1  થાળી બનશે
  1. 600 ગ્રામપાસાવાળી દૂધી
  2. 300 ગ્રામસાકર
  3. 300 ગ્રામમાવો
  4. 1 લિટરપાણી
  5. 1 ટી સ્પૂનઇલાયચી નો પાઉડર
  6. 100 ગ્રામડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    1 મોટા તપેલા માં પાણી ઉકળવા મુકવું.માવા ને છીણી લેવો.

  2. 2

    દૂધી ની છાલ કાઢી મોટી છીણી થી છીણી લેવી અને સાદા પાણી નાં તપેલા માં મુકવી, જયાં સુધી બધી દૂધી છીણાય જાય.

  3. 3

    હવે આ છીણેલી દૂધી ને,નિતારી ને ઉકળતા પાણી માં નાંખવી.સતત હલાવતા રહેવું. દૂધી નો કલર બદલાય એટલે ગેસ બંધ કરવો. દૂધી ને ચારણી માં કાઢી, નિતારી લેવી.

  4. 4

    નીતારેલી દૂધી ને પાછી તપેલા માં લઇ, ખાંડ ઉમેરી કુક કરવું.ખાંડ નું બધુંજ પાણી સતત હલાવતા, બાળી લેવું.

  5. 5

    બધું પાણી બળી જાય એટલે છીનેલો માવો અંદર નાંખી,ગોળી વળે ત્યાં સુધી કુક કરવું. ડ્રાયફ્રુટ નાંખી મીકસ કરવું.

  6. 6

    પછી ગ્રીસ કરેલી થાળી માં ઠારી દો.ગરમ માં જ ચાંદી નો વરખ લગાડવો. ઍક્દમ થન્ડો થાય પછી પીસીસ કરવા.

  7. 7

    આ ડ્રાય ફ્રુટ હલવા માં આર્ટીફીશીયલ કલર કે એસેન્સ બિલકુલ નથી નાંખ્યા અને એક્દમ નેચરલ છે અને હેલ્થી પણ એટલો જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes