ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#SGC
#સ્પે.ગણેશચતુર્થી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20  થી  30 મીનીટ
4 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામઘઉનો કરકરો લોટ
  2. 50 ગ્રામચણાનો લોટ
  3. 50 ગ્રામરવો (સોજી)
  4. 300 ગ્રામબુરૂ ખાંડ
  5. 1 મોટો ચમચોઘી મોણ માાટે
  6. 0ll નાની ચમચી ઇલાયચી પાઉડર
  7. 0l ચમચી જાયફળ પાઉડર
  8. 1 ચમચીખડી સાકરની એકદમ નાની કટકીઓ
  9. 10-12 નંગલીલવા દ્રાક્ષ(કિસમિસ)
  10. 1 ચમચીકાજુ બદામના નાના ટૂકડા
  11. તળવા માટે તેલ અથવા ઘી જરૂર મુજબ
  12. 200 ગ્રામઘી ચુરમામાં ઉમેરવા માટે
  13. ખસખસ જરૂર મુજબ (ઓપ્સનલ છે.)મેં અહીં નથી વાપયૉ

રાંધવાની સૂચનાઓ

20  થી  30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટને ચાળી તેમાં ચણાનો લોટ થથા રવો બંન્ને મિક્ષ કરી પછી મોણ નાખી મિક્ષ કરી પાણીથી કઠણ કણક બાંધી લો કણકનો પીંડો ન વાળવો લોટ છૂટો રાખવો અને તેના મુઠીયા વાળવા અથવા ફોટોમાં બતાવ્યા પ્રમાણે ભાખરી વણી પીસ કરી લેવા.જે તળવામાં સહેલા પડે છે.

  2. 2

    ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ/ઘી ગરમ મૂકી ગરમ થાય એટલે ધીમી આંચે તેમાં તૈયાર મૂઠીયા તળી લેવા.મુઠીયા ઠરે પછી મિક્સરમાં ક્રશ કરી લેવા અને બુરૂ ખાંડ મિક્સ કરી લો.કાજુ,બદામના ટુકડા જાયફળ,ઇલાયચી ક્રશ કરીને તેમજ કિસમિસ સાકરની કટકીઓ મીકસ કરી દો.

  3. 3

    ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ મૂકો.ગરમ થયે તૈયાર કરેલ ચુરમાના મિશ્રણમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી સારી રીતે મસળો અને મિશ્રણ ને દાબી દો જેથી ઠરી ન જાય અને લાડુ સારી રીતે વળે.

  4. 4

    લાડુ તૈયાર થઈ જાય એટલે એક થાળમાં લઈ તેમાં ગોઠવી દો અને ગણેશજીને ધરાવો અને પછી પ્રસાદરૂપે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes