ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Jessica Atha
Jessica Atha @cook_37489737

ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 4 કપઘઉં નો લોટ
  2. પાણી જરૂર મુજબ
  3. મોણ જરૂર મુજબ
  4. ગોળના પાક માટે
  5. 200 મીલીઘી
  6. 250 ગ્રામગોળ
  7. જાયફળ - સ્વાદ અનુસાર
  8. ખસખસ શણગાર માટે.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટને ચારણી વડે ચાળી એમાં જરૂર મુજબનો મોણ નાંખી પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. તૈયાર થયેલ લોટમાંથી મુઠીયા વાળી લેવા. બાજુમાં ગેસ ચાલુ કરી મુઠીયા તળવા માટે એક કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા રાખશું. તેલ ગરમ થઈ જાય એટલે વાળેલા મુઠીયા તેમાં તળી લેશો. આછા બદામી રંગ જેવા અથવા મરુન રંગ જેવા થાય ત્યારે મુઠીયા કાઢી લેવા. મુઠીયા તારે એટલે ના ટુકડા કરી મિક્સરમાં એને પીસી લઈશું.

  2. 2

    ગોળના પાક માટે એક કડાઈમાં 200 મીલી ઘી ગરમ કરવા મૂકશું. એમાં જરૂરિયાત મુજબનું 250 ગ્રામ ગોળ સમારીને ઉમેરશો. ઘી થોડું ગરમ થાય અને ગોળ ઓગળવા લાગે એટલે કડાઈ ઉતારી લેશો. એમાં થોડું જાયફળનો ભૂકો ઉમેરી હલાવશું અને ત્યારબાદ તૈયાર કરેલ મુઠીયાનો ચૂરમો એમાં ધીમે ધીમે ઉમેરતા જઈશું અને હાથ વડે હલાવી ગોળ ઘી અને ચુરમો એકસાથે મિક્સ થઈ જાય એવી રીતે થોડીવાર હલાવ્યા કરશું અને પછી લાડુ વાળી લેશો. લાડુ વાળ્યા બાદ ઉપર થોડી ખસખસ ભભરાવી આપણે તેને શણગારી લઈશું.

  3. 3

    લાડુ વાળતા જઈશું અને એના ઉપર થોડી થોડી ખસખસ ભભરાવતા જઈશું જેથી લાડુનો લુક સારો આવશે. બસ આ રહ્યા લાડુ તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jessica Atha
Jessica Atha @cook_37489737
પર

Similar Recipes