પાપડ-ટામેટા-સેવ નું શાક જૈન (Papad Tomato Sev Sabji Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#Week23
#PAPAD
#COOKPADGUJRATI
#COOKPADINDIA
ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ફટાફટ તૈયાર થઇ જતી આ વાનગી ચટાકેદાર છે. જે રોટલી ભાખરી પરાઠા સાથે સર્વ કરી શકાય છે. આ શાક સવારે કે સાંજે ગમે તે સમયે પીરસી શકાય છે. સ્વાદ માં ખાટું-મીઠું-તીખુ અને રસાવાળું હોય છે.

પાપડ-ટામેટા-સેવ નું શાક જૈન (Papad Tomato Sev Sabji Jain Recipe In Gujarati)

#GA4
#Week23
#PAPAD
#COOKPADGUJRATI
#COOKPADINDIA
ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ફટાફટ તૈયાર થઇ જતી આ વાનગી ચટાકેદાર છે. જે રોટલી ભાખરી પરાઠા સાથે સર્વ કરી શકાય છે. આ શાક સવારે કે સાંજે ગમે તે સમયે પીરસી શકાય છે. સ્વાદ માં ખાટું-મીઠું-તીખુ અને રસાવાળું હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 12 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 2 નંગપાપડ
  2. 2 નંગટામેટા સમારેલા
  3. 1 કપજાડી મસાલા સેવ
  4. 1 ચમચો તેલ
  5. 1/2 ચમચીઆખું જીરું
  6. 2લીલા મરચા ઝીણા સમારેલા
  7. 1 ચમચો કેપ્સીકમ ઝીણું સમારેલું
  8. 2ડાળખી મીઠો લીમડો
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/4 ચમચીહળદર પાઉડર
  11. ચપટીહિંગ
  12. 1/2 ચમચીધાણા-જીરુ પાઉડર
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 1/2 ચમચીઝીણો સમારેલો ગોળ
  15. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

10 થી 12 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટા, કેપ્સીકમ લીલા મરચા ને ઝીણા સમારી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ નો વઘાર મૂકી તેમાં જીરુ, લીલા મરચા, હિંગ, મીઠો લીમડો અને હળદર ઉમેરો. એક મિનિટ સાંતળી ને તેમાં ટામેટા અને કેપ્સીકમ ઉમેરીને બે-ત્રણ મિનિટ સાંતળો પછી તેમાં લાલ મરચું પાઉડર અને ચાર કપ જેટલું પાણી ઉમેરો પછી તેમાં મીઠું ઉમેરો. પાણી બરાબર ઊકળે એટલે તેમાં જાડી મસાલા સેવ ઉમેરીને હલાવી લો.

  3. 3

    હવે તેમાં પાપડના ટુકડા ઉમેરો અને બે મિનિટ જેવું ફાસ્ટ મેસેજ રાખી તેમાં ગોળ અને ધાણા-જીરુ પાઉડર ઉમેરીને એક બે મિનિટ માટે કુક કરો.

  4. 4

    હવે ગેસ બંધ કરીને તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

  5. 5

    અહીં મેં આ શાક ને પરાઠા, અથાણું, રાયતુ અને પુલાવ સાથે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes