વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. પેકેટ બ્રેડ
  2. ૧/૨ નંગ કોબીજ ઝીણી સમારેલી
  3. ૨ નંગ કાકડી ઝીણી સમારેલી
  4. ૨ નંગ ટામેટા ઝીણા સમારેલા
  5. ૧ નંગ કેપ્સીકમ ઝીણું સમારેલું
  6. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  7. ૧ ચમચીમરી પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ વાટકીગ્રીન ચટણી
  10. અમુલ બટર જરૂર મુજબ
  11. ખમણેલું ચીઝ જરૂર મુજબ
  12. ૨ ચમચીવેજ માયોનીઝ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    કાકડી, ટામેટાં, કેપ્સિકમ, કોબી અને ડુંગળીને ઝીણા સમારી લેવા. પછી બધા વેજીસ ને એક બાઉલમાં મિક્સ કરી તેમાં માયોનીઝ ઉમેરવું.

  2. 2

    પછી તેમાં મરી પાઉડર, મીઠું, ચીલી ફ્લેક્સ ઉમેરીને મિક્સ કરી લેવું. ત્યારબાદ બે બ્રેડની સ્લાઈસ લઈ એકમાં બટર અને ગ્રીન ચટણી સ્પ્રેડ કરવી.

  3. 3

    પછી તે બ્રેડની સ્લાઈસમાં બધા વેજીસ સ્પ્રેડ કરવા. ત્યારબાદ તેમાં ખમણેલું ચીઝ અને ઉપરથી થોડો મરી પાઉડર sprinkle કરી બીજી બ્રેડની સ્લાઈસ તેના ઉપર મૂકી દેવી.

  4. 4

    પછી આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લેવી અને ગ્રીલ સેન્ડવીચ મશીન માં બંને બાજુ બટર લગાવી અને શેકી લેવી.

  5. 5

    હવે તૈયાર છે ગરમા ગરમ વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ તેને કેચઅપ અને ચિપ્સ અથવા નાચોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes