પાંદડી પૂરી

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#DTR
આ એક દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે મારા ઘરમાં દર દિવાળી એ હું બનાવું છું ખાવામાં બહુ સ્વીટ પણ નહીં અને ક્રંચી લાગે છે તેથી નાના મોટા બધાને ભાવે

પાંદડી પૂરી

#DTR
આ એક દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે મારા ઘરમાં દર દિવાળી એ હું બનાવું છું ખાવામાં બહુ સ્વીટ પણ નહીં અને ક્રંચી લાગે છે તેથી નાના મોટા બધાને ભાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
  1. 2બાઉલ મેંદાનો લોટ
  2. 1બાઉલ દળેલી ખાંડ
  3. 1/2 બાઉલ કસ્ટર્ડ પાઉડર
  4. 1/2વાટકી બટર
  5. 1 ટેબલસ્પૂનઇલાયચી પાઉડર
  6. બદામ પિસ્તાની કતરણ થોડું કેસર
  7. લોટ બાંધવા ઠંડુ પાણી
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ મેંદાના લોટને ફ્રિઝના ઠંડા પાણીથી રોટલી જેવો નરમ લોટ બાંધી દેવો મેંદાના લોટમાં કંઈ પણ નાખવાનો નથી ફક્ત ઠંડા પાણીથી લોટ બાંધી દેવો હવે લોટમાંથી એક સરખા છ લુવા વાળી લેવા

  2. 2

    હવે લુવામાંથી પાતળી મોટી રોટલી વણી લેવી બધી રોટલી વણીને રેડી રાખવી હવે એક રોટલી ઉપર બટર લગાવી તેની ઉપર ગરણીથી કસ્ટર્ડ પાઉડર છાંટવો એવી રીતે ત્રણે રોટલીમાં બટર અને કસ્ટર્ડ પાઉડર છાંટી ટાઈટ રોલ વાળી દેવો બંને રોલ રેડી કરી તેને એક કપડામાં વીટી ડીપ ફ્રીઝરમાં 45 મિનિટ માટે રાખી દેવા

  3. 3

    હવે ફ્રીઝરમાંથી કાઢી નાના નાના લુવા વાળી લેવા

  4. 4

    હવે લુવાને પોલા હાથે દબાવી બે વેલણ મારી નાની પૂરી જેવું પોલા હાથે વણી લેવું. ત્યારબાદ તેને મીડીયમ તાપે આછા ગુલાબી રંગની તળી લેવી

  5. 5

    હવે એક કાણાવાળી ચાયણીમાં એને બધું તેલ નીતરી જાય ત્યાં સુધી છૂટી ગોઠવી દેવી. સાવ ઠરી જાય ત્યાં સુધી પેપર ઉપર પાથરીને રાખવી હવે એક ગરણીમાં આઈસિંગ ખાંડ ઈલાયચી મિક્સ કરી અને બધી પૂરી માં ગરણીથી છાંટી દેવું ત્યારબાદ તેની ઉપર બદામ પિસ્તાની કતરણ અને થોડું કેસર છાંટી દેવો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

Similar Recipes