લીલા વટાણા ની ઘારી

Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833

#ગુજરાતી
ઘારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ માંથી એક છે,જે ચંડી પડવા માં વધારે ખાવામાં આવે છે અને દીવાળી મા પણ અલગ અલગ ફ્લેવર્સ ની ઘારી ખાવામાં આવે છે,લીલા વટાણા ની ઘારી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, આ રીતે ખાલી માવો શેકી ને તેમાં બદામ પિસ્તા, જાયફળ નાખી ને પણ ઘારી બનાવી શકાય

લીલા વટાણા ની ઘારી

#ગુજરાતી
ઘારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ માંથી એક છે,જે ચંડી પડવા માં વધારે ખાવામાં આવે છે અને દીવાળી મા પણ અલગ અલગ ફ્લેવર્સ ની ઘારી ખાવામાં આવે છે,લીલા વટાણા ની ઘારી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, આ રીતે ખાલી માવો શેકી ને તેમાં બદામ પિસ્તા, જાયફળ નાખી ને પણ ઘારી બનાવી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લોટ બાંધવા માટે:-
  2. 1 કપમેંદો
  3. 1 ટેબલસ્પૂનઘી
  4. 1/4 કપઠંડુ દૂધ અથવા ઠંડુ પાણી
  5. પૂરણ માટે:-
  6. 1 કપલીલા વટાણા
  7. 1/4 કપદળેલી ખાંડ
  8. 1/2 કપમાવો
  9. 1/2 ટીસ્પૂનઈલાયચી પાવડર
  10. 2 ટીસ્પૂનકીસમીસ
  11. તળવા માટે ઘી
  12. ઘી નું પડ બનાવવા માટે:-
  13. 1/2 કપઘી
  14. 2 ટેબલસ્પૂનદળેલી ખાંડ
  15. સજાવવા માટે:-
  16. બદામ ની કતરણ
  17. પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મેંદો અને ઘી મિક્સ કરી ઠંડા પાણી કે દૂધ થી લોટ બાંધી પૂરી જેવા લુઆ કરી લો 10 મિનિટ ઢાંકી ને રાખી દો

  2. 2

    પેન માં 1/2 ટીસ્પૂન ઘી ગરમ કરી માવા ને 3 થી 4 મિનિટ સુધી શેકી ડીશ માં કાઢી લો

  3. 3

    પેન માં ફરી થી 1 ટી સ્પૂન ઘી ગરમ કરી ક્રશ કરેલા લીલા વટાણા ને ધીમાં તાપે 7 થી 8 મિનિટ સાંતળવા

  4. 4

    પછી તેમાં ખાંડ અને માવો નાખી મિક્સ કરી 1 થી 2 મિનિટ સુધી ધીમા તાપે સાંતળી, તેમાં કીસમીસ અને ઈલાયચી પાવડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઠંડુ પાડી ઘારી નો આકાર કરી લો

  5. 5

    લોટ નો ઉપયોગ કર્યા વગર પૂરી વણી,પૂરણ મૂકી પડ ને પાણી થી ચોંટાડી ઘારી નો આકાર આપી દો,ઘી માં તળી લો, ઠંડી પડવા દો

  6. 6

    ઘી ને સહેજ ગરમ કરી તેમાં દળેલી ખાંડ નાખી હલકા હાથે ફેંટી લો, તળેલી ઘારી 2 થી 3 વખત બોળી ને થાળી માં કાઢી લો

  7. 7

    ઉપર નું પડ વધારે જાડું કરવું હોય તો ઘારી ને ફ્રીજ માં મૂકી ફરીથી ઘી માં બોળવી, બદામ પિસ્તા ની કતરણ થી સજાવવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833
પર

ટિપ્પણીઓ

Similar Recipes