કાજુ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#DTR

દિવાળી ની સ્પેશિયલ વાનગી ઝટપટ બનતી સ્વાદિષ્ટ વાનગી. આ રેસિપી ગેસના વપરાશ વગર બનેલી છે તેથી તે જટપટ બને છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.
Happy Diwali to all...

કાજુ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#DTR

દિવાળી ની સ્પેશિયલ વાનગી ઝટપટ બનતી સ્વાદિષ્ટ વાનગી. આ રેસિપી ગેસના વપરાશ વગર બનેલી છે તેથી તે જટપટ બને છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.
Happy Diwali to all...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ કાજુ
  2. 1 કપઅમુલ મિલ્ક પાઉડર
  3. 1 કપસૂકા કોપરાનું છીણ
  4. 1/2વાટકી બુરુ ખાંડ
  5. 50 ગ્રામ પિસ્તા
  6. 2 ચમચીઇલાયચી પાઉડર
  7. 3 ટેબલ સ્પૂનઘી
  8. 1/2 કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ આખા કાજુને મિક્સીમાં પલ્સ મોડ માં ભૂક્કો બનાવો. આ ભૂકો કરકરો હોવો જોઈએ જેથી તે લોટ જેવું ન લાગે.

  2. 2

    હવે એક બાઉલમાં ભુક્કો કરેલા કાજુ, થોડા પિસ્તા, ઇલાયચી પાઉડર,અમુલ મિલ્ક પાઉડર, સૂકા કોપરાનું છીણ અને બુરુ ખાંડ નાખી બધાને મિક્સ કરી લો. બધું મિક્સ થઈ જાય એટલે તેમાં બે ટેબલ સ્પૂન ઘી નાખો હવે તેમાં થોડું થોડું જરૂર પ્રમાણે દૂધ નાખી ને તેનો લોટ બાંધો.

  3. 3

    લોટ બાંધ્યા પછી હાથમાં થોડું ઘી લઈને તેના મોટા લુવા કરો. આ લુવ થી હવે રોલ બનાવો. હવે એક પ્લેટમાં થોડા પિસ્તા ની કતરણ લ્યો અને બનાવેલા કાજુ પિસ્તા રોલ ને આમાં રગડો અને મીડીયમ સાઈઝના રોલ્સ કટ કરો. દિવાળી સ્પેશિયલ કાજુ પિસ્તા રોલ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

Similar Recipes