ચકરી (Chakri Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

દિવાળી ટ્રીટ્સ રેસીપી
#DTR : ચકરી
ચકરી એ આપણું ટ્રેડિશનલ ફરસાણ છે દિવાળી ઉપર અને સાતમ આઠમ ઉપર બધાના ઘરમાં લગભગ બનતી જ હોય છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે એટલે દરરોજના માટે નાસ્તામાં ચકરી તો હોય જ.

ચકરી (Chakri Recipe In Gujarati)

દિવાળી ટ્રીટ્સ રેસીપી
#DTR : ચકરી
ચકરી એ આપણું ટ્રેડિશનલ ફરસાણ છે દિવાળી ઉપર અને સાતમ આઠમ ઉપર બધાના ઘરમાં લગભગ બનતી જ હોય છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે એટલે દરરોજના માટે નાસ્તામાં ચકરી તો હોય જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
સર્વિંગ
  1. 3 કપચોખાનો લોટ
  2. 1 કપમેંદો
  3. 250 ગ્રામ માર્જરીન
  4. 2 ચમચીમીઠું
  5. 5-6 ટેબલ સ્પૂનખાંડ
  6. 1/2 કપ દહીં અથવા એક ટીસ્પૂન લીંબુ ના ફૂલ
  7. 3 ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  8. 1 ટીસ્પૂનઅજમો
  9. 1 ચમચીતલ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બંને લોટને એક મોટા બાઉલમાં ચાળી લેવા ત્યારબાદ તેમાં મીઠું ખાંડ આદુ-મરચાની પેસ્ટ દહીં અથવા લીંબુના ફૂલ બટર નાખી લોટ સરસ રીતે મિક્સ કરી લેવો જરૂર મુજબ પાણી નાખતા જઈ ને સોફ્ટ લોટ બાંધી તૈયાર કરી લેવો. લોટ ને દસ મિનિટ નો રેસ્ટ આપવો.

  2. 2

    તૈયાર કરેલા લોટમાંથી સિલિન્ડર શેપના મોટા લુઆ કરી ચકરીના મશીનમાં ચકરી ની જારી મૂકી સંચા ને તેલથી ગ્રીસ કરી ચકરી નો લોટ ભરી મશીન બંધ કરી અને ન્યૂઝ પેપર ઉપર બધી જ ચકરી પાડી અને તૈયાર કરી લેવી.

  3. 3

    બીજી બાજુ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેવું તેલ ગરમ થાય એટલે દેશ થોડો ધીમો કરી તવેથાની મદદથી ચાર પાંચ ચકરી તેલમાં નાખી વચ્ચે વચ્ચે લાકડાના ચમચાથી હલાવતા રહી બંને બાજુ ચકરી ક્રિસ્પી થાય તે રીતે તળી લેવી. એ થાળીમાં ટીશ્યુ પેપર રાખી બધી ચકરી તેના ઉપર કાઢી લેવી. ચકરી ઠંડી થાય પછી એરટાઈટ ડબ્બા મા ભરી લેવી.

  4. 4

    તો તૈયાર છે
    ચકરી
    સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ મસાલા ચા સાથે ચકરી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes