હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)

Jayshree Jethi
Jayshree Jethi @jayshree_jethi

#RB12
આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે

હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)

#RB12
આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૯ - ૧૦ નાન
  1. ૧+૧/૨ કપ ઘઉંનો લોટ
  2. ૧/૨ કપ મેંદો
  3. ૧/૪ ચમચી બેકિંગ પાઉડર
  4. ૧/૮ ચમચી બેકિંગ સોડા
  5. ૧ મોટી ચમચીદળેલી ખાંડ
  6. ૨ મોટી ચમચીતેલ
  7. દહીં લોટ બાંધવા માટે
  8. જરૂર મુજબ બટર
  9. જરૂર મુજબ પાણી
  10. જરૂર મુજબ કલોંજી
  11. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બંને લોટ અને તેમાં બેકિંગ પાઉડર સોડા મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં વચ્ચે ખાડો કરી થોડું દહીં ઉમેરવું તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું ત્યારબાદ બધા જ લોટ સાથે મિક્સ કરવું

  2. 2

    જરૂર પૂરતું દહીં ઉમેરી રોટલી થી થોડો ઢીલો લોટ બાંધવો લોટ બાંધવા માટે દહીંનો જ ઉપયોગ કરવો દહીં બહુ ખાટું ન લેવું. લોટ બંધાઈ જાય ત્યારબાદ હાથમાં થોડું તેલ લગાવી એક થી બે મિનિટ લોટ મસળવો ત્યારબાદ ઢાંકી અને દસ મિનિટ રહેવા દેવો

  3. 3

    દસ મિનિટ બાદ તેના લુવા કરી જરૂર પડે તો થોડો આટામણ લઈ નાન વણવી ઉપર થોડું પાણી લગાવવું ગેસ ઉપર લોખંડ નો તવો ગરમ કરવા મૂકી દેવો ગરમ થવા ઉપર પાણી વાળો ભાગ નીચે રાખવો ગેસની ફ્લેમ ધીમી કરી દેવી ત્યારબાદ નાના ઉપરના ભાગમાં થોડું પાણી લગાવી કલોંજી ઉમેરી થોડું તાવેથા વડે હળવા હાથે દબાવી દેવું

  4. 4

    ત્યારબાદ ગેસની ફ્લેમને મીડીયમ કરી તવાની ઊંધો કરી ફરાવતા જવું અને એવી રીતે નાન શેકી લેવી તવા ને થોડો ગેસની ફ્લેમ થી ઊંચો રાખવો નાન શેકાઈ જાય ત્યારબાદ તેના ઉપર બટર લગાવી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Jethi
Jayshree Jethi @jayshree_jethi
પર

ટિપ્પણીઓ

Similar Recipes