સ્પાઇસી ટમટમ ખમણ (Spicy Tam Tam Khaman Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 સવિગ
  1. 1.5વાટકો ચણા દાળ
  2. 1/2વાટકો ખાટુ દહીં
  3. મીઠું સ્વાદમુજબ
  4. હીંગ
  5. ચપટીહળદર
  6. 2 ચમચી ખાંડ
  7. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  8. પાણી જરુર મુજબ
  9. 1 પેકેટઈનો
  10. વધાર માટે
  11. 1/2 કપતેલ
  12. 1.5 ચમચીરાઇ
  13. 2 ચમચીકાશ્મીરી મરચુ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઇ 5 કલાક પલાળી દો ત્યાર બાદ બધુ પાણી કાઢી લો હવે એક મીક્ષર જાર મા થોડી દાળ ને દહીં મિક્સ કરી દરદરુ પીસી લો

  2. 2

    તેને ઢાંકણ બંધ કરી 7 કલાક રેસ્ટ આપો ત્યાર બાદ તેમા મીઠું ખાંડ હળદર હીંગ પેસ્ટ નાખી એક જ ડાયરેકશન મા ફીણી હવે ટીન ને ગ્રીસ કરી લો સ્ટીમર ગરમ કરવા રાખો

  3. 3

    હવે બેટર મા ઈનો એડ કરી થોડુ પાણી નાખી બરાબર મિક્સ કરી ટીન મા રેડી દો હલાવતા નુ નથી આશરે 20 મિનિટ સ્ટીમ થવા દો ત્યાર બાદ ઠંડા થાય એટલે તેના પીસ કરી લો

  4. 4

    હવે એક પેન મા તેલ ગરમ થાય એટલે રાઈ હીંગ નાખી તતડે એટલે ગેસ બંધ કરી દો હવે તેમા લાલ મરચુ એડ કરી ટમટમ નાખી બરાબર હળવા હાથે મિક્સ કરો કોથમીર નાખી દો

  5. 5

    તો તૈયાર છે સ્પાઇસી ટમટમ ખમણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes