ગોબી સ્ટફ્ડ પરાઠા (Gobi Stuffed Paratha Recipe In Gujarati)

શિયાળા નાં શાકભાજી માર્કેટ માં આવાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળા નાં ફુલાવર ની મજા જ કંઈ અલગ છે. ફુલાવર થી તમે શાક સિવાય અન્ય ઘણી વાનગીઓ બનાવી શકો છો. અહીંયા મે ગોબી નાં સ્ટફ પરાઠા બનાવ્યા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ફુલાવરને ચોપરમાં એકદમ ઝીણો ચોપ કરી લેવું.
- 2
પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું વરીયાળી કલોંજી અને હિંગ નાખવા.
- 3
હવે તેમાં ચોપ કરેલું ફુલાવર નાખી બધા સૂકા મસાલા અને મીઠું નાખી થોડીવાર કુક કરો. કોલીફ્લાવર સહેજ ચડી જાય એટલે તેમાં આમચૂર પાઉડર અને લીલી ડુંગળી નાખવી.
- 4
તેને સરખું મિક્સ કરી તેમાં થોડું બેસન નાખવું. બેસનના લીધે કોલીફલાવરમાંથી છૂટેલું જે પાણી હશે એ શોષાઈ જશે. અને પરાઠા વણવામાં સરળતા રહેશે. તેમાં કોથમીર નાખી મિક્સ કરી મિશ્રણ ને ઠંડુ થવા દેવું.
- 5
ઘઉંના લોટમાં મોણ અને મીઠું નાખી રોટલી જેવો ઢીલો લોટ બાંધવો.
- 6
એક લુવું લઈ પરાઠા વણી સ્ટફિંગ ભરી પરાઠા વણવા.
- 7
તવી માં ઘી કે તેલ કે બટર મૂકી શેકવું.
- 8
તૈયાર છે ગોબી પરાઠા. ગરમ ગરમ પીરસવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)