મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

બધું શાકભાજી થોડું થોડું પડ્યું હતું. તેમાંથી આ પરાઠા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા. ઘણી વાર બાળકો શાકભાજી ખાતાં નથી હોતા ત્યારે તેમને આ રીતે આપી શકાય છે.

મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)

બધું શાકભાજી થોડું થોડું પડ્યું હતું. તેમાંથી આ પરાઠા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા. ઘણી વાર બાળકો શાકભાજી ખાતાં નથી હોતા ત્યારે તેમને આ રીતે આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 person
  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. તેલ મોણ માટે
  4. 1 ચમચીકલોંજી
  5. 1/2 ચમચીમરી પાવડર
  6. સ્ટફિંગ માટે
  7. 2-3બાફેલા બટાકા
  8. 1 ટુકડોકોબી
  9. 1 ટુકડોફુલાવર
  10. 1/2ગાજર
  11. 1/2 વાટકીવટાણા
  12. 1કેપ્સીકમ
  13. 1ડુંગળી
  14. મીઠું સ્વાદાનુસાર
  15. 1 ચમચીલાલ મરચું
  16. 1/2 ચમચીમરી પાઉડર
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1/2 ચમચીજીરું પાઉડર
  19. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  20. કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ માં તેલ કલોંજી અને મીઠું નાખી રોટલી જેવો ઢીલો લોટ બાંધવો.

  2. 2

    બધું શાકભાજી ઝીણું ચોપ કરી લેવું. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા બધા મસાલા અને કોથમીર નાખી સરખું મિક્સ કરી લેવું.

  3. 3

    રોટલી વણી તેમાં સ્ટફિંગ મૂકી વણી લેવું અને તેલ ઘી કે બટર મૂકી શેકી લેવું.

  4. 4

    તૈયાર છે મિક્સ વેજ પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes