મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dungariyu Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આજે મેં મહેસાણા જિલ્લાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની ટ્રાય કરી છે.આ વાનગી મહેસાણા માં બહુજ ફેમસ છે અને શિયાળામાં જ લોકો એની મઝા માણે છે.તો ચાલો, આપણે પણ એની મઝા માણીએ.
Cooksnap@kala_16

મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dungariyu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આજે મેં મહેસાણા જિલ્લાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની ટ્રાય કરી છે.આ વાનગી મહેસાણા માં બહુજ ફેમસ છે અને શિયાળામાં જ લોકો એની મઝા માણે છે.તો ચાલો, આપણે પણ એની મઝા માણીએ.
Cooksnap@kala_16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વ
  1. 2 કપલીલા કાંદા (સફેદ અને લીલો ભાગ બનેં)
  2. 1/2 કપકાંદા ની સ્લાઈસ
  3. 1 કપસમારેલા ટાંમેટા
  4. 1/2 કપલીલું લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ
  5. 1/2 કપફાંફડી ગાંઠીયા
  6. 1/4 કપશિંગ નો ભૂકો
  7. 2 ટી સ્પૂનલાલ મરચું
  8. 1/2 ટી સ્પૂનધાણા જીરું
  9. 1/4 ટી સ્પૂનહળદર
  10. 2 ટી સ્પૂનગોળ
  11. 1/2 કપદહીં
  12. 4 ટે સ્પૂનતેલ
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    લીલા કાંદા, સુકા કાંદા અને ટાંમેટા સમારી ને સાઈડ પર રાખવા.લીલુ લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ બનાવી ને રાખવી.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી અંદર રાઈ નાંખી,રાઈ ફુટે એટલે જીરું અને હિંગ નાંખવી. લીલાં કાંદા નાખી ચડવા દેવા.પછી અંદર ટાંમટાં અને લીલા લસણ-મરચાં ની પેસ્ટ નાખી સોતે કરવું. 2 ટે સ્પૂન પાણી નાંખી મીકસ કરવું.

  3. 3

    બધો મસાલો અને શિંગ નો ભૂકો નાંખી મીકસ કરવું. દહીં, ફાફડી ગાંઠીયા નો ભૂકો અને 1/2 કપ પાણી નાંખી ઉકાળવું એટલે જાડો રસો થશે.ગોળ નાંખવો. છેલ્લે તેલ છુટશે. હવે ગેસ બંધ કરી, કોથમીર છાંટી, ગરમાગરમ બાજરી ના રોટલા સાથે સર્વ કરવું.

  4. 4

    મેં મહેસાણા જિલ્લાના નું પ્રખ્યાત ડુંગળીયું સર્વ કર્યુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes