કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ તીખું તમતમતું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી, બધા નું ભાવતું, બહુજ પોપ્યુલર શાક છે.
#EB
Wk 9

કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

આ તીખું તમતમતું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી, બધા નું ભાવતું, બહુજ પોપ્યુલર શાક છે.
#EB
Wk 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 સર્વ
  1. 1ટે.સ્પૂન ઘી
  2. 1/2 કપકાજુ
  3. 1ટે.સ્પૂન તેલ
  4. 1/4 ટી સ્પૂનજીરું
  5. 2 નંગતમાલ પત્ર
  6. 1/4 ટી સ્પૂનહીંગ
  7. 3 નંગસુકા લાલ મરચાં
  8. 3સમારેલા કાંદા
  9. 2 ટી સ્પૂનઆદુ- લસણ ની પેસ્ટ
  10. 1/4 ટી સ્પૂનહળદર
  11. 1 ટી સ્પૂનલાલ મરચું
  12. 1 ટી સ્પૂનધાણા જીરું
  13. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  14. 2 નંગસમારેલ લીલા મરચાં
  15. 1ટે.સ્પૂન દહીં
  16. 3કાચા ટામેટા ની પ્યોરે
  17. મીઠું
  18. 1/2 ટી સ્પૂનસાકર
  19. 1 ટી સ્પૂનગાંઠીયા નો ભૂકો
  20. 1/4 કપગાંઠીયા

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક પેન માં ઘી ગરમ કરી, કાજુ સોતે કરવા.ગુલાબી થાય એટલે પ્લેટ માં કાઢી લેવા.

  2. 2

    એજ પેન માં તેલ લઈ, ગરમ થાય એટલે અંદર જીરું સોતે કરવું.પછી તમાલ પત્ર, હીંગ સુકા લાલ મરચાં અને કાંદા નાંખી સોતે કરવું. કાંદા ગુલાબી કરવા.

  3. 3

    પછી અંદર આદુ-લસણની પેસ્ટ સોતે કરી બધા મસાલા નાંખી 2 મીનીટ કુક કરવુ. લીલા મરચાં અને દહીં નાંખી મીકસ કરવું.ટામેટા પ્યોરે અને મીઠું નાખી મિક્સ કરવું. 2-3 મીનીટ ઉકાળવું, એટલે ટામેટા ની કચાશ નીકળી જાય.

  4. 4

    તેલ છુટે એટલે અંદર ગાંઠીયા નો ભૂકો અને તળેલા કાજુ નાંખી મિક્સ કરવું. 1/2 કપ પાણી નાંખી ઉકાળવું. છેલ્લે ગાંઠીયા નાંખી મીકસ કરી કોથમીર છાંટી ને તરતજ સર્વ કરવું. બાજરી ના રોટલા, છાશ,લસણની ચટણી અને ગોળ સાથે આ કાજુ ગાંઠીયા નું શાક મસ્ત લાગે છે.મેં અહીંયા કાજુ ગાંઠીયા નું શાક, પરોઠા, કાંદા ની કચુંબર અને પાપડ સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Yummy platter😋😋
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes