મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#MBR8 આ લગ્ન ની સીઝન માં મહેમાન ને ઝટપટ મીઠું ખવડાવ્યા વગર ઘરે થી મોકલાય ના.એટલે મુઠીયા લાડુ બનાવી રખાય.જ્યારે મહેમાન આવે માઇક્રોવેવ માં ગરમ કરી આપી શકાય.

મુઠીયા લાડુ (Muthia Ladoo Recipe In Gujarati)

#MBR8 આ લગ્ન ની સીઝન માં મહેમાન ને ઝટપટ મીઠું ખવડાવ્યા વગર ઘરે થી મોકલાય ના.એટલે મુઠીયા લાડુ બનાવી રખાય.જ્યારે મહેમાન આવે માઇક્રોવેવ માં ગરમ કરી આપી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
૧0 નંગ.સાઈઝ મુજબ
  1. 2 વાટકીઘઉંનો કરકરો લોટ
  2. ૧+૧/૨ વાટકી ગોળ
  3. ૧ વાટકીઘી
  4. ચમચા ખમણેલું સૂકું કોપરું
  5. ચમચા ખસખસ
  6. ૧૦ નંગ સૂકી દ્રાક્ષ
  7. ૧ ચમચીઇલાયચી ભૂકો
  8. ૧/૨ ચમચીજાયફળ નો ભૂકો
  9. ઘી, મોણ માટે
  10. ચમચા દળેલી ખાંડ
  11. મુઠીયા તળવા પૂરતું ઘી કે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ઘઉંના લોટ માં મોણ નાખી પોલા હાથે મુઠીયા વાળી ધીમા તાપે ગુલાબી તળી લેવા.

  2. 2

    ત્યારબાદ મુઠીયા નો ભૂકો કરી સ્ટીલ ની ચારણી થી ચાળી લેવો.તેમાં કોપરું,ઇલાયચી,જાયફળ,ખાંડ, દ્રાક્ષ,ખસખસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    હવે ગેસ ઉપર ઘી ગરમ મૂકી ગોળ નાખી પાયો ઢીલો પાયો બનાવવી આપણા તૈયાર મિક્સ લોટ માં ઉમેરી લાડુ માટે લોટ તૈયાર કરી લેવો.ગરમ ગરમ મિક્સ કરવો.આપણ ને જોયતી સાઈઝ માં ખસખસ લગાડી લાડુ વાળી લેવા.આ લાડુ બે અઠવાડિયા સુધી ફ્રીઝ માં રાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sushma vyas
Sushma vyas @sushfood
પર
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes