લસુની પાલક (Lasuni Palak Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

શિયાળામાં પાલક પી ભાજી બહુ સરસ આવે છે તેનો લીલોછમ કલર જ આંખોને વળગી જાય તેવું હોય છે તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે બાળકો પાલક ખાતા નથી એટલે આજે મેં પાલક પનીરની જગ્યાએ લસુની પાલક બનાવી છે ખરેખર લીલું લસણનો સ્વાદ અને લીલી પાલક થી આ રેસિપીને ચાર ચાંદ લાગી જાય છે

લસુની પાલક (Lasuni Palak Recipe In Gujarati)

શિયાળામાં પાલક પી ભાજી બહુ સરસ આવે છે તેનો લીલોછમ કલર જ આંખોને વળગી જાય તેવું હોય છે તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે બાળકો પાલક ખાતા નથી એટલે આજે મેં પાલક પનીરની જગ્યાએ લસુની પાલક બનાવી છે ખરેખર લીલું લસણનો સ્વાદ અને લીલી પાલક થી આ રેસિપીને ચાર ચાંદ લાગી જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ માણસો
  1. ૨ નંગજોડી પાલકની
  2. ૧૦૦ લીલુ લસણ સમારેલું
  3. ૧૦૦ ગ્રામ લીલા કાંદા સમારેલા
  4. ચબજી લીલા આદુ-મરચાની પેસ્ટ
  5. ૨ ચમચીગરમ મસાલો
  6. ૨ ચમચીમીઠું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૨ ચમચીધાણાજીરૂ
  9. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. ૧/૪ ચમચી ગોળ ગોળ કાપેલું સૂકું લસણ
  11. ૪ ચમચીતેલ
  12. ૨ ચમચીબટર
  13. ૧/૪ કપઝીણા સમારેલા ધાણા
  14. ૨ નંગટામેટાની પ્યુરી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ પાલકની ભાજીને ધોઈને તેને પાણીમાં ખાંડ નાખી બ્લાન્ચ કરી લેવી તરત જ તેને ઠંડા પાણીથી ધોઈ નીતરવા મૂકી દેવી કડાઈમાં બે ચમચા તેલ અને 1 ચમચીબટર મૂકી તેલ ગરમ થવા દો તેમાં જીરું નાખી ટામેટાની પ્યુરી લીલા મરચા ની પેસ્ટ આદુ નાખીને સાંતળો તેલ છૂટું પડે એટલે તેમાં લાલ મરચું મીઠું હળદર ધાણાજીરું થોડું સૂકું લસણ થોડું લીલું લસણ નાખી સાંતળો

  2. 2

    મિક્સરના નાના જારમાં થોડીક પાલક લઈને તેને અધકચરી ક્રશ કરો તેમાં 1/2 કપ લીલી ડુંગળી પણ નાખીને તેને પણ ક્રશ કરી એક બાજુ કાઢી લો. બાકી રહેલી પાલકની પેસ્ટ બનાવો. હવે તૈયાર થયેલી પેલી ગ્રેવીમાં આ બંને પાલક ઉમેરી દો પછી તેમાં લીલા મરચા લીલું સૂકું અને સૂકું લસણ લીલા કાંદા નાખી તેને સાંતળો તેલ છૂટું પડવા આવે એટલે તેમાં થોડું બટર પણ નાખી હલાવી દો હવે

  3. 3

    હવે નાના વઘારીયામાં 2 ચમચી તેલ અને 1 ચમચીબટર નાખી તેમાં સુકુ ગોળ કાપેલું લસણ નાખીને તેને સાંતળો પછી તેમાં 1 ચમચીકાશ્મીરી લાલ મરચું નાખી સાંતળી તૈયાર થઈ ગયેલી લસુની પાલકની ઉપર વધાર રેડી અને તેની ચારે બાજુ ક્રીમ નાખી દો એટલે વધારે રીચ એવી જ લાગશે અને સ્વાદ પણ વધી જશે આ લસણનો વઘાર કરતી વખતે આખું કિચન લસણના વઘારથી ધમધમની ઊઠે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ

Similar Recipes